નવી દિલ્હી : રાષ્ટ્ર ગીત અને રાષ્ટ્ર ધ્વજ દેશના લોકોમાં એક નવો જોશ અને ઉત્સાહ ઉમેરે છે. દેશના લોકોમાં આના નામથી જ ગર્વનો અનુભવ થાય છે. રાષ્ટ્ર ધ્વજ અને રાષ્ટ્ર ગીત પ્રેરણાના સોર્સ તરીકે છે. રાષ્ટ્રીય સન્માન માટેનું રાષ્ટ્રીય ગીત જન ગણ મન તમામ ભારતીય લોકોની શાન અને જાશમાં વધારો કરે છે. પ્રજાસત્તાક દિવસના પ્રસંગે આ ગીત વગાડવામાં આવે છે. દુનિયાના ટોચના સર્ચ એન્જિન ગૂગલના જણાવ્યા મુજબ સંયુક્ત રાષ્ટ્રના શૈક્ષણિક, વૈજ્ઞાનિક અને સાસ્કૃતિક સાથે જાડાયેલી વૈશ્વિક સંસ્થા યુનેસ્કોએ ગૂગલના માધ્યમથી યુનેસ્કો એન્ડ ઇંડિયા નેશનલ એન્થમની સાઇટ પર જન ગણ મનને દુનિયાના શ્રેષ્ઠ રાષ્ટ્રીય ગીત તરીકે ગણાવીને તેના ગુન ગાન કર્યા છે.
આર્થિક સામાજીક દ્રષ્ટિએ પણ પરિપૂર્ણ દેખાતા આ રાષ્ટ્રગીતમાં સાંપ્રદાયિક એકતાના દર્શન થાય છે. જન ગણ…રાષ્ટ્રીયતાથી ભરેલા આ ગીતની રચના બંગાળી સાહિત્યકાર અને નોબેલ પુરસ્કાર વિજેતા ગુરુદેવ રવિન્દ્રનાથ ટાગોરે ડિસેમ્બર ૧૯૧૧માં કરી હતી. ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના કોલકત્તાના વાર્ષિક સંમેલનમાં એટલે કે, ૨૭મી ડિસેમ્બર ૧૯૧૧ના દિવસે આ ગીત રજૂ કરવામાં આવ્યું હતું. રવિન્દ્રનાથ ટાગોરે પોતે આ ગીત અંગ્રેજીમાં બનાવ્યું હતું. ‘દ મોર્નિગ સોન્ગ ઓફ ઇન્ડિયા’ ટાઇટલ સાથે ૧૯૧૯માં આ ગીત રજૂ થયું હતું. આના હિન્દી અનુવાદને ૨૪મી જાન્યુઆરી ૧૯૫૦ના દિવસે રાષ્ટ્રગીતનો દરજ્જા મળ્યો હતો.