અમદાવાદ : તારીખ ૨૬ મી જાન્યુઆરીના રોજ સ્વતંત્ર ભારત પ્રજાસત્તાક રાષ્ટ્ર બન્યુ. એટલે કે ૨૫ મી જાન્યુઆરી ૧૯૫૦ ના રોજ ભારતીય ચૂંટણી પંચની સ્થાપના કરવામાં આવી હતી જેના ભાગરૂપે તારીખ ૨૫ મી જાન્યુઆરીના દિવસને દેશભરમાં રાષ્ટ્રીય મતદાર દિવસ તરીકે ઉજવવામાં આવે છે, આ અમલીકરણ માટે ચૂંટણી કરવાની પધ્ધતિ પણ લોકશાહી ઢબે ચાલુ કરવામાં આવી હતી. કેન્દ્ર સરકાર ધ્વારા ૨૦૧૦માં ચૂટણી કમિશન ધ્વારા ૨૫ મી જાન્યુઆરીને મતદાતા દિવસ તરીકે જાહેર કરવામાં આવ્યો, ત્યારબાદ ૨૦૧૧થી ૨૫ મી જાન્યુઆરી ના દિવસને ચૂંટણી પંચ ધ્વારા રાષ્ટ્રના મતદારોમાં જાગૃતિ આવે તે હેતુ રાષ્ટ્રીય મતદાતા દિવસ તરીકે ઉજવવા પાછળ પણ મતદાતાઓમાં જાગૃતિ લાવવાનો ચૂંટણી પંચનો માર્મિક ઉદેશ રહેલો છે આ જાગૃતિ લાવવા ૨૦૧૧ ના વર્ષથી પધ્ધતિસર મતદાર જાગૃતિ કાર્યક્રમ શરૂ કરવા માટે કાર્યક્રમને અમલ બનાવવામાં આવ્યો છે.
યુવા વર્ગમાં આ બાબતે જાગૃતિ લાવવાની ખાસ જરૂરિયાત છે જે અન્વયે કેન્દ્રની મુખ્ય ચૂંટણી અધિકારીની કચેરી દિલ્હી ધ્વારા વર્ષ-૨૦૧૮ અન્વયે મતદાર જાગૃતિ કાર્યક્રમ કરવામાં આવ્યો હતો. તેના ભાગરૂપે ચૂંટણી પંચ ધ્વારા વર્ષ-૨૦૧૮માં યુવા મતદાર મહોત્સવનું આયોજન કરવામાં આવ્યુ હતું. આ અંતર્ગત લોકોમાં મતદાન પ્રત્યે જાગૃતિ લાવવા માટે વિવિધ કેટેગરી જેવી કે ભરતગુંથણ, વાંસમાંથી બનતી વિવિધ વસ્તુઓ, પરંપરાગત વસ્રો, પરંપરાગત ચિત્રકળા, માટીકામ, વરલી ચિત્ર , લોકગીત, વગેરે જેવી વિવિધ સ્પર્ધા કરવામાં આવી હતી. પધ્ધતિસરના મતદાર કેળવણી અને જાગૃતિ અભિયાન દરમ્યાન મતદાર જાગૃતિ માટે સરકારી વિભાગો/કચેરીઓ/સંસ્થાઓ તેમજ બિનસરકારી સંસ્થાઓનો પણ સહયોગ મેળવવામા આવે છે.
જેની ફલશ્રુતિ સ્વરૂપ લોકોમાં ચૂંટણીની પ્રક્રિયા અંગે જાગૃતિ વધવાથી રાજ્યમાં થતી લોકસભા કે વિધાનસભાની સામાન્ય ચૂંટણીમાં છેલ્લા ચાર દાયકામા થયેલ મતદાનમાં ઉતરોત્તર ટકાવારી વધતી જાય છે. સરકારી સંસ્થાઓ પૈકી સંકલિત બાળવિકાસ યોજના આગણવાડી યોજનાની અમલવારીમાં આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનો પાયાની કામગીરી કરે છે. મતદાર કેળવણી અને જાગૃતિ અભિયાનમાં સ્ત્રી મતદારમાં મતદાન અંગેની કેળવણી અને જાગૃતિ માટેનુ ભગીરથ કાર્ય આંગણવાડી કાર્યકર બહેનો, આશાવર્કરો, પાણી સમિતિની બહેનો વગેરે મારફત હાથ ધરવામાં આવ્યું. આંગણવાડીનું કાર્યક્ષેત્ર રાજ્યના તમામ ક્ષેત્રે વિસ્તરેલું હોય, તેમાં કામ કરતાં આંગણવાડી બહેનોનો સ્ત્રી મતદારોમાં જાગ્રુતિ માટે પ્રભાવક પરિબળ હોવાથી તેનો આ અભિયાનમાં તેમનો વ્યાપક પ્રમાણમાં ઉપયોગ કરવામાં આવે છે. આ ઉપરાંત આજે દેશભરમાં રાષ્ટ્રીય મતદાર દિવસ તરીકે ઉજવવામાં આવે છે, તેના ભાગરૂપે પોલિંગ સ્ટેશન કક્ષાથી રાજ્ય કક્ષાની ઉજવણી કરાય છે. આ ઉજવણી કોઇપણ મતદાર રહી ન જાય તેવી થીમ સાથે રાજ્ય કક્ષાનો કાર્યક્રમ મહાત્મા મંદિર,ગાંધીનગર ખાતે રાજ્યપાલ ઓપી કોહલી અધ્યક્ષના સ્થાને યોજાશે.