બેકિંગના ક્ષેત્રમાં કેરિયર બનાવવા માટેની ઇચ્છા ધરાવનાર યુવાનો માટે પણ કેટલીક સુવર્ણ તક રહેલી છે. તેમની સામે કેટલાક વિકલ્પ રહેલા છે. તેમાંથી એક વિકલ્પ લોન ઓફિસર બનીને લોકોના સપનાને પૂર્ણ કરવા માટેનો પણ છે. લોન ઓફિસર બનીને કેરિયરને ઉજળી બનાવી શકાય છે. વાત હોમ લોનની હોય કે પછી બિઝનેસ લોનની હોય કે પછી પરંસનલ લોનની હોય તેમાં લોન ઓફિસરની ભૂમિકા ચાવીરૂપ રહે છે. બેંકો અને ગ્રાહકો વચ્ચે લોન ઓફિસર્સ એક સેતુની જેમ કામ કરે છે. દરેક વ્યક્તિનુ એક સપનુ હોય છે કે તે પોતાની લાઇફમાં પોતાના પરિવાર માટે એક ઘર ખરીદીને આગળ વધે.
પરંતુ એક મધ્યમવર્ગીય પરિવારની વ્યક્તિ માટે ઘર લેવાનુ સપનુ જલ્દી પૂર્ણ થતુ નથી. તેની એટલી જવાબદારી પહેલાથી જ હોય છે કે તે આ દિશામાં વધારે આગળ વધવાની હિંમત કરી શકતી નથી. એક કાર ખરીદી શકે તેવી પણ ઇચ્છા હોય છે પરંતુ આ સપના પૂર્ણ કરવાની બાબત એટલી સરળ નથી. મધ્યમ વર્ગની વ્યક્તિની કોઇ પણ પ્રકારની લોન લેવાની ઇચ્છાને પૂર્ણ કરવાનુ કામ જ લોન ઓફિસર કરે છે. તેને લોન અપાવવામાં લોન ઓફિસર જ મદદ કરે છે. દેશમાં બેકિંગ સુવિધાની માંગ સતત વધી રહી છે. વધતી જતી માંગના કારણે છેલ્લા કેટલાક વર્ષોમાં આ ક્ષેત્રમાં નોકરી માટેની શક્યતા રેકોર્ડ ગતિથી વધી ગઇ છે.
લોન ઓફિસર બેંકના ગ્રાહકો અને બીજા લોનની અરજી કરનાર લોકો માટે મદદ તરીકેની કામગીરી અદા કરે છે. લોન ઓફિસર વ્યક્તિને હોમ, કાર, એજ્યુકેશન અને બિઝનેસ તેમજ પર્સનલ લોન અપાવવામાં મદદ કરે છે. તે ગ્રાહકો માટે યોગ્ય લોન નક્કી કરવામાં મદદ કરે છે. તેમને જુદી જુદી જરૂરિયાતો અને શરતોના સંબંધમાં માહિતી આપે છે. તે વ્યક્તિની ક્રેડિટ હિસ્ટ્રી, કોર્પોરેટ નાણાંકીય લેવડદેવડ અને અન્ય નાણાંકીય જાણકારી એકત્રિત કરે છે. તે તમામ દસ્તાવેજ મેળવી લીધા બાદ લોનના પાસા પર અભ્યાસ કરે છે. લોનના એગ્રીમેન્ટસની સમીક્ષા કરે છે. પેમેન્ટ શેડ્યુલની ગણતરી કરે છે. ગ્રાહકોની જરૂરિયાતોને પૂર્ણ કરવા માટે નવી લોનની માહિતી પણ એકત્રિત કરે છે. લોન ઓફિસર આધુનિક સમયમાં માગ ધરાવતા ઓફિસર તરીકે છે.
કોર્સ દરમિયાન વિદ્યાર્થીને તમામ પ્રકારની પ્રેકટિકલ જાણકારી આપવામાં આવે છે. જેમ કે અલગ અલગ પ્રકારના લોન પર વ્યાજ દર શુ હોય છે તે અંગે માહિતી આપવામાં આવે છે. લોનના ઇન્સ્ટોલમેન્ટ કઇ રીતે નક્કી કરવામાં આવે છે તે અંગે માહિતી આપવામાં આવે છે. બેંકના તમામ સેક્ટર સંબંધમાં તાલીમ આપવામાં આવે છે. બેંકના કામ કરવાના તરીકા અંગે પણ જાણ કરવામાં આવે છે. લોન ઓફિસર બનવા માટે કેટલીક યોગ્યતા પહેલાથી જ હોવી જરૂરી હોય છે. સ્નાતક અથવા તો કોઇ પણ સ્ટ્રીમમાં અંતિમ વર્ષના વિદ્યાર્થીઓ ેકિંગ અને ફાયનાન્સના કોર્સ કરી શકે છે. લોન ઓફિસર બનવા માટેની તૈયારી કરી શકે છે. જે વિદ્યાર્થીઓના ડિગ્રી વેળા ૫૦ ટકા નંબર છે તે લોન ઓફિસર સાથે જાડાયેલા કોર્સમાં સામેલ થવા માટે અરજી કરી શકે છે. તકની વાત કરવામાં આવે તો દેશના તમામ રાષ્ટ્રીય અને ક્ષેત્રીય સ્તરના બેકોને લોન ઓફિસરની જરૂર હોય છે. કોર્સ પૂર્ણ થયા બાદ વિદ્યાર્થી આંતરરાષ્ટ્રીય બેંક, મોર્ગેજ કંપનીઓ અને ક્રેડિટ યુનિયનોમાં નોકરી માટે અરજી કરી શકે છે.
આ ઉપરાંત સરકારી બેંકોમાં નોકરી મેળવી લેવા માટે પરીક્ષા આપીને નોકરી મેળવી શકે છે. લોન ઓફિસરનો ઓછોમાં ઓછો પગાર ૨૦થી ૩૦ હજાર રૂપિયાનો હોય છે. અનુભવની સાથે તેમાં વધારો થતો રહે છે. બેકિંગ સેક્ટરમાં કમીશન આધાર પર પણ કામ કરી શકાય છે.કોર્પોરેટ ક્ષેત્રની વધુને વધુ કંપનીઓ પોતાની બેંક શરૂ કરવાની દિશામાં આગળ વધી રહી છે ત્યારે લોન ઓફિસરની માંગ આગામી દિવસોમાં વધનાર છે. ગ્રામીણ વિસ્તારમાં પણ લોન ઓફિસરની માંગ વધનાર છે. આવી Âસ્થતીમાં કેરિયર આ ક્ષેત્રમાં બનાવી શકાય છે. લોન ઓફિસરની કામગીરી મુખ્ય રીતે બેંક અને ગ્રાહકો વચ્ચે સંકલન જાળવવા માટેની હોય છે. આ જવાબદારી ખુબ મોટી જવાબદારી છે.