ડોલરની સામે રૂપિયામાં છ પૈસાનો શરૂમાં ઘટાડો થયો

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

મુંબઇ : શેરબજારમાં આજે સવારના કારોબારમાં તેજી જાવા મળી હતી. છેલ્લા સમાચાર મળ્યા ત્યારે સેંસેક્સ ૧૦૯ પોઇન્ટ સુધરીને ૩૬૨૧૮ની ઉંચી સપાટી પર રહ્યો હતો. જ્યારે નિફ્ટી ૨૩ પોઇન્ટ સુધરીને ૧૦૮૫૪ની સપાટી પર રહ્યો હતો. દરમિયાન ડોલરની સામે રૂપિયામાં છ પૈસાનો ઘટાડો રહ્યો હતો. જેથી તેની સપાટી ૭૧.૨૭ રહી હતી. શેરબજારમાં આજે દિવસ દરમિયાન તેજી રહેવાના સંકેત દેખાઇ રહ્યા છે.ઇન્ટરનેશનલ બ્રેન્ટ ક્રૂડની કિંમત આજે બેરલદીઠ ૬૧.૪૯ ડોલર રહી હતી. ગઇકાલે પણ આ જ સપાટી જાવા મળી હતી.

પ્રાપ્ત માહિતી મુજબ બજેટ આડે હવે વધારે સમય રહ્યો નથી ત્યારે મૂડીરોકાણકારો-કારોબારીઓએ ભારે સાવધાની રાખવાની શરૂઆત કરી દીધી છે. બેંકિંગ, ફાઈનાન્સિયલ સર્વિસ અને ઇન્સ્યોરન્સમાં ઉલ્લેખનીય સ્થિતિ જાવા મળી શકે છે. ગ્રોથના મોરચા ઉપર તમામનું ધ્યાન કેન્દ્રિત થઇ ગયું છે. એશિયન શેર બજારમાં વૈશ્વિક આર્થિક ગ્રોથને લઇને ચિંતા પ્રવર્તી રહી છે. અમેરિકા અને ચીન વચ્ચે ચાલી રહેલા કારોબારના લીધે મૂડીરોકાણકારો જાખમી સંપત્તિની ખરીદી કરી રહ્યા નથી. શેરબજારમાં ગઇકાલે  જારદાર કડાકો બોલી ગયો હતો. બુધવારના દિવસે કારોબારના અંતે સેંસેક્સ ૩૩૬ પોઇન્ટ ઘટીને ૩૬૧૦૮ની નીચી સપાટીએ રહ્યો હતો જ્યારે નિફ્ટી ઇન્ડેક્સ ૯૧ પોઇન્ટ ઘટીને ૧૦૮૩૨ની નીચી સપાટીએ રહ્યો હતો.

સેક્ટરોમાં નિફ્ટી એફએમસીજી ઇન્ડેક્સમાં સૌથી વધુ ઘટાડો રહ્યો હતો. આઈટીસી અને યુનાઇટેડ સ્પીરીટના શેરમાં ૧.૫૯ ટકાનો ઘટાડો રહ્યો હતો.વિદેશી મુડીરોકાણકારો હાલમાં જંગી રોકાણ કરવાના મુડમાં દેખાઇ રહ્યા નથી. કારણ કે દેશમાં લોકસભાની ચૂંટણી આઈડે વધારે સમય રહ્યો નથી. આવી સ્થિતીમાં થોડાક મહિના સુધી રાહ જાવાની ઇચ્છા રાખી રહ્યા છે.

Share This Article