અમદાવાદ: સુરાની સ્ટીલ ટ્યુબ્સ લિમિટેડ કંપની તા.૨૫મી જાન્યુઆરીના રોજ ઇનિશિયલ પબ્લિક ઓફરિંગ (આઇપીઓ) સાથે કેપિટલ માર્કેટમાં પ્રવેશ કરશે અને આ આઇપીઓ તા.૨૯મી જાન્યુઆરીના રોજ ક્લોઝ થશે. કંપની રૂ.૧૦ની મૂલ્યના ૨૪,૮૪,૦૦૦ ઇક્વિટી શેર ઓફર કરશે અને ઇક્વિટી દીઠ શેરની પ્રાઇસ બેન્ડ રૂ. ૫૧થી ૫૨ રાખી છે. આ ધોરણે કંપની જાહેર ભરણાં મારફતે રૂ. ૧૨.૯૨ કરોડ એક્ત્ર કરવા ઇચ્છે છે. શેર માટેની મિનિમમ એપ્લિકેશન સાઇઝ ૨૦૦૦ ઇક્વિટી શેર અને તેની મલ્ટિપલ ઓપ્શનમાં કરવાની રહેશે. એલોટમેન્ટ થઇ ગયા બાદ કંપનીનો ઇક્વિટી શેર એનએસઇ એસએમઇ ઇમર્જ ખાતે લિસ્ટેડ થશે. આ કંપની ૨૦એનબીથી ૧૦૦એનબીની રનિંગ સાઇઝ અને વિવિધ સ્પેસિફિકેશનમાં ઇલેક્ટ્રિક રેઝિસ્ટન્સી વેલ્ડિંગ (ઇઆરડબ્લ્યુ) મિલ્ડસ્ટીલ (એમએસ) પાઇપ્સના મેન્યુફેક્ચરિંગમાં સંકળાયેલી છે.
સુરાની સ્ટીલ ટ્યુબ્સ લિમિટેડનો મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ ગુજરાતમાં ગાંધીનગર જિલ્લામાં દહેગામ ખાતે આવેલો છે અને આ પ્લાન્ટની વાર્ષિક સ્થાપિત ક્ષમતા ૨૫,૦૦૦ એમટી છે. નાણાંકીય વર્ષ-૨૦૧૮માં કંપનીએ ઇઆરડબલ્યુ એમએસ પાઇપ્સના ૨૩૭૯૨ એમટીનું પ્રોસેસિંગ કર્યું હતું. હવે કંપની ૧૦૦એનબીથી ૩૦૦એનબીની રનિંગ સાઇઝ અને વિવિધ સ્પેસિફિકેશનમાં ઇઆરડબ્લ્યુ એમએસ પાઇપ્સ માટેની મેન્યુફેક્ચરિંગ ફેસેલિટી સ્થાપી રહી છે. તેનાથી કંપનીને મજબૂત થવામાં મદદ મળશે અને પોતાના ગ્રાહકોની વિવિધ જરૂરિયાતો સંતોષીને કસ્ટમર્સ બેઝ વધારી શકશે. પોતાની પ્રોડક્ટના વેચાણ અને ડિસ્ટ્રીબ્યુશન માટે સમગ્ર ગુજરાતમાં ૩૦૦થી વધારે ડિલર્સ સાથે એગ્રિમેન્ટ કરવા કંપની આગળ વધશે.
નાણાંકીય વર્ષ ૨૦૧૮માં કંપની તેની ૯૫ ટકા જેટલી કેપેસિટીએ કાર્યરત હતી. કંપની આ પ્લાન્ટની વાર્ષિક ઉત્પાદન ક્ષમતા હાલના ૨૫,૦૦૦ એમટીથી વધારીને ૪૦,૦૦૦ એમટી કરવાની યોજના બનાવી રહી છે જેનાથી વિકાસના તબક્કામાં પ્રવેશવા માટે સક્ષમ બનશે. કંપનીના પ્રમોટર્સમાં મુકેશ પટેલ, દિનેશ પટેલ, કરશનભાઇ પટેલ, પ્રકાશ પટેલ, મણિબેન પટેલ, કરસનભાઇ દેવજીભાઇ પટેલ એચયુએફ અને પ્રકાશ કરસનભાઇ પટેલ એચયુએફ સામેલ છે. કંપનીનું ફાઇનાન્સ પર્ફોર્મન્સ શાનદાર રહ્યું છે. નાણાંકીય વર્ષ ૨૦૧૪થી ૨૦૧૮ દરમિયાન સીએજીઆર ૨૯.૩૭ ટકાના ટોપ લાઇન સાથે આગળ વધ્યું છે જ્યારે બોટમ લાઇને નાણાંકીય વર્ષ ૨૦૧૫ ૨૦૧૮ દરમિયાન ૧૧૯.૮૦ ટકાનું આકર્ષક સીએજીઆર બનાવ્યું છે. વીતેલા પાંચ વર્ષ દરમિયાન કંપનીનું ઇબીડીટા ૩૩ ટકાના સંયુક્ત સરેરાશ વાર્ષિક વૃદ્ધિદર સાથે સુધારો દર્શાવ્યો છે