અમદાવાદ: એશિયાની સૌથી મોટી સિવિલ હોસ્પિટલમાં બહુ જ જટિલ અને પડકારરૂપ કહી શકાય એવી કરોડરજ્જુના વાંકાચૂંકા મણકાવાળી જટિલ સર્જરીની સફળ શસ્ત્રક્રિયાપાર પાડવામાં આવી છે. સિવિલ હોસ્પિટલના મેડિકલ સુપ્રિટેન્ડન્ટ ડો.એમ.એમ.પ્રભાકરના માર્ગદર્શન હેઠળ વિદેશથી ખાસ બોલાવાયેલા ચાર સ્પાઇન સર્જનની મદદથી સ્કોલિયોસીસની ગંભીર મણકાની બિમારીથી પીડાતી ત્રણ નાની બાળકીઓ પર કલાકોની સફળ શસ્ત્રક્રિયાબાદ સફળ સર્જરી કરી આ અનોખી સિÂધ્ધ હાંસલ કરવામાં આવી હતી. બહુ જ પડકારજનક અને જટલિ કહી શકાય એવી સર્જરી સફળતાપૂર્વક પાર પાડવા બદલ સુપ્રિટેન્ડન્ટ ડો.એમ.એમ.પ્રભાકરે વિદેશ આવેલા સ્પાઇન સર્જન્સ તેમ જ સિવિલ હોસ્પિટલના ઓર્થોપેડિક વિભાગના નિષ્ણાત તબીબોની ટીમને ખાસ અભિનંદન પાઠવ્યા હતા.
બીજીબાજુ, બિલકુલ મફતમાં નિશુલ્ક રીતે આ સફળ શસ્ત્રક્રિયાઅને સર્જરી બાદ ત્રણેય બાળકીઓની કરોડરજ્જુ મહ્દઅંશે સીધી અને સારી કરી દેવાતાં તેમના માતા-પિતા અને પરિજનોમાં ખુશીનો માહોલ છવાયો હતો અને તેઓ સિવિલ હોસ્પિટલના તબીબોનો લાખ-લાખ આભાર વ્યકત કરતા જાવા મળ્યા હતા. તબીબી જગતમાં ખૂબ જ પડકારજનક એવી આ જટિલ સર્જરી વિશે સિવિલ હોસ્પિટલના સુપ્રિટેન્ડન્ટ ડો.એમ.એમ.પ્રભાકરે જણાવ્યું હતું કે, સ્કોલિયોસીસ એ માનવશરીરમાં મણકાની એવી ગંભીર બિમારી છે જેમાં વળાંક વધી જતાં કરોડરજ્જુ સી અથવા એસ આકારમાં વળી જાય છે અને તેના કારણે ખભા તથા ચાતીના વિકાસ અનિયમિત થતાં રોજિંદી ક્રિયામાં બહુ તકલીફ અને મુશ્કેલી સર્જાય છે. એટલું જ નહી, તેના કારણે સ્નાયુ અને નસોની બિમારી પણ સર્જાઇ શકે છે. સિવિલમાં આ બિમારીથી પીડાતી ત્રણ બાળકોની શસ્ત્રક્રિયાઅને સર્જરી માટે વિદેશથી ડો.દિલીપ સેનગુપ્તા, ડો.અમિત ભંડારકર, ડો.શૈશવ ભગત અને ડો.થોમસન જેરૂસેલમ એમ ચાર સ્પાઇન સર્જનને ખાસ પ્રકારે બોલાવાયા હતા. જેમાં દક્ષા નામની બાળકીની ખૂંધમાં કરોડરજ્જુ ૮૬ ડિગ્રી સુધી વળેલી હતી, જે ગંભીર કહી શકાય.
તેનું ઓપરેશન ડો.શૈશવ ભગત અને ડો.થોમસન જેરૂસેલમ દ્વારા સફળતાપૂર્વક કરવામાં આવ્યું હતું અને બાળકીની કરોડરજ્જુ સીધી કરી ૪૦ ડિગ્રી સુધીની કરવામાં આવી હતી. આ જ પ્રકારે ૧૮ વર્ષીય જલ્પાના કરોડરજ્જુના મણકા આગળથી ૧૨૦ ડિગ્રી વળી ગયેલા હતા, તે સીધા કરી ઓપરેશન બાદ સરખા કરી ૩૫ ડિગ્રી સુધી લાવી દેવાયા હતા. આ ઓપરેશન ડો.જે.વી.મોદી, ડો.શૈશવ ભગત અને ડો.સેનગુપ્તાએ પાર પાડયું હતું. જયારે હીના નામની ૧૫ વર્ષની બાળકીને તો નાનપણથી કરોડરજ્જુ બહાર હતી, છ દિવસની ઉમંરે જ નાનપણમાં તેનું ઓપરેશન કરાયું હતું પરંતુ તે કરોડરજ્જુની વક્રતાથી બહુ ખરાબ રીતે પીડાઇ રહી હતી. તેના કરોડરજ્જુના નીચેના ત્રણ મણકામાં બે ભાગમાં વહેંચાઇ ગઇ હતી. જેને પગલે ન્યુરો મોનીટરીંગ હેઠળ ડો.અમિત ભંડારકર અને ડો.સેનગુપ્તા દ્વારા આ બાળકીની સફળ શસ્ત્રક્રિયાપાર પડાઈ હતી.