કોલકત્તામાં વિપક્ષની મેગા રેલી બાદ પણ આ પ્રશ્ન પોતાની જગ્યાએ અકબંધ છે જે આગામી સામાન્ય ચૂંટણીને લઇને જારી પોતાની ઝુંબેશમાં વિરોધ પક્ષો શુ આગળ વધી શક્યા છે. ભાજપ સરકારની સામે તે શુ મજબુત વિકલ્પ આપી શકશે કે કેમ તે મોટો પ્રશ્ન થઇ રહ્યો છે. કડવી વાસ્તવિકતા એ છે કે વિપક્ષની અંદર હજુ પણ એટલી બધી દુવિધા અને ગુંચ છે કે કેટલીક તકલીફ રહેલી છે. તેમની એકતાને લઇને પણ પ્રશ્નો થઇ રહ્યા છે. કારણકે આ વિરોધ પક્ષો એક મંચ પર આવ્યા છે પરંતુ તેમની સામે વિચારધારાની સમસ્યા છે. સાથે સાથે તેઓ વિપક્ષના એક નેતાના નામ પર સહમત થઇ શક્યા નથી. વિપક્ષ તરફથી કોઇ વૈકલ્પિક એજન્ડાને રજૂ કરી શકાયો નથી. હજુ સુધી કોઇ એજન્ડાને રજૂ કરવામાં સફળતા ન મળતા સામાન્ય લોકો અટવાઇ ગયા છે. કોલક્તા રેલીમાં હાજર રહેલા ૨૨ પક્ષોના નેતાઓએ મોદી સરકારની નિંદા કરવા સિવાય કોઇ કામ કર્યુ ન હતુ.
કોઇ યોજના રજૂ કરી શકાઇ ન હતી. તેમની પાસે ગઠબંધનના નેતાને લઇને કોઇ જવાબ ન હતો. તેમના મતભેદો સ્પષ્ટપણે સપાટી પર આવ્યા હતા. આ તમામ નેતાઓએ એમ તો કહ્યુ હતુ કે મોદી સરકાર રોજગાર આપવામાં નિષ્ફળ રહી છે. પરંતુ એ બાબત રજૂ કરી શક્યા ન હતા કે જા આવતીકાલે તેમની સરકાર આવશે તો રોજગારની તકને કઇ રીતે વધારશે. તેની પાસે રોજગાર આપવા માટે ફોર્મ્યુલા શુ રહેશે. કોંગ્રેસે હાલમાં ખેડુતોને લઇને એક વલણ સ્પષ્ટ કર્યુ હતુ. જેના ભાગરૂપે તેને ફાયદો પણ થયો છે. જા કે આ સંબંધમાં તમામ પાર્ટીનુ વલણ શુ રહેશે તે બાબત પણ ઉપયોગી છે. બીજા શબ્દોમાં કહેવામા આવે તો બિન કોંગ્રેસવાદના દોરને સમજી શકાય છે. સંયુક્ત વૈકલ્પિક નીતિઓના દોરમાં કાર્યક્રમ રજૂ કરવામાં આવે છે. હજુ સુધી આ વાત સ્પષ્ટ થઇ શકી નથી કે મોદને હટાવવા માટે ચૂંટણી સુત્ર શુ રહેશે. પારસ્પરિક તાલમેલનો આધાર એ છે કે ઉત્તરપ્રદેશમાં ગઠબંધન બનાવતી વેળા કોંગ્રેસ સાથે કોઇ વાતચીત પણ કરવામાં આવી ન હતી. બસપના નેતા માયાવતી સામાન્ય રીતે કોંગ્રેસ પાર્ટીની જ ટિકા કરતી રહે છે. જે બંગાળમાં વિરોધ પક્ષો એટલા હદ સુધી એકત્રિત થયા અને શક્તિ પ્રદર્શન કરવામાં આવ્યુ તે બંગાળમાં જ મમતાની સાથે ડાબેરીઓની કોઇ પણ પ્રકારની વાત થઇ રહી નથી. પહેલા વિપક્ષી ગઠબંધનમાં ડાબેરીઓની ભૂમિકા સૌથી ચાવીરૂપ હતી.
જા કે હવે પ્રશ્ન છે. બીજી બાજુ વિપક્ષી ગઠબંધનના જમાવડામાં કોંગ્રેસની ભૂમિકા શુ રહેશે તે બાબત પણ હજુ સુધી નકકી કરવામાં આવી રહી નથી. એમ લાગી રહ્યુ છે કે દેશના મોટા ભાગના વિસ્તારમાં કોંગ્રેસને મોટા ક્ષેત્રીય પક્ષોની સાથે સાથે ભાજપની સામે લડવાની ફરજ પડનાર છે. લોકસભાની ૨૩૭ સીટો એવા જ પ્રકારની રહેલી છે. આનો લાભ ભાજપને મળશે કે કેમ તે બાબત પણ હજુ સ્પષ્ટ નથી પરંતુ લોકોના મનમાં એક પ્રશ્ન રહેશે કે મોદીની સામે એકમત થનાર લોકોમાં મતભેદો કેમ રહેલા છે. આનાથી રાષ્ટ્રીય સ્તર પર વિરોધ પક્ષોની સ્થિતી નબળી રહેનાર છે. તે જનતાની વચ્ચે સ્થિર સરકારની આશા જગાવી શકશે નહીં. વિપક્ષને હજુ પણ તેની સ્થિતી વધારે સ્પષ્ટ કરવાની ફરજ પડશે.