મુંબઇ: મી ટુ અભિયાન હેઠળ નિર્દેશક રાજકુમાર હિરાનીનુ નામ સપાટી પર આવ્યા બાદ થોડાક સમય સુધી મામલો શાંત રહ્યા બાદ ફરી ચર્ચા છેડાઇ ગઇ છે. આ વિષય પર ફરી ચર્ચા શરૂ થઇ છે. બોલિવુડના કેટલાક કલાકારો આ અભિયાનને જારી રાખવા માટે ઇચ્છુક છે. જેથી આ મામલે સ્પષ્ટ વાત કરી રહ્યા છે. પોતાની ફિલ્મ મણિકર્ણિકાના પ્રમોશનલ ઇન્ટરવ્યુ દરમિયાન અંકિતાએ કહ્યુ હતુ કે તેની સાથે કોઇ પણ પ્રકારનુ શોષણ થયુ નથી. જા કે અંકિતાએ કહ્યુ હતુ કે તે એવી યુવતિઓની પ્રશંસા કરે છે જે પોતાની સાથે થયેલા વર્તનને જાહેરમાં રજૂ કરે છે. હિંમતપૂર્વક સપાટી પર બાબતોને લાવે છે.
અંકિતાએ કહ્યુ હતુ કે તે ક્યારેય કોઇના દ્વારા શોષણનો શિકાર થઇ નથી. તે નક્કરપણે માને છે કે આ તમામ બાબતો મોટા ભાગે પોતાના પર પણ આધારિત હોય છે. પોતાને કોઇની સામે કઇ રીતે તમે રજૂ કરો છો તે બાબત પણ ઉપયોગી હોય છે. તેનુ કહેવુ છે કે તે એવી તમામ યવતિઓની સાથે ઉભી છે જે શોષણનો શિકાર થઇ ચુકી છે. તે આ બાબતને સ્વીકાર કરી શકતી નથી. છતાં જે પણ વાંચી રહી છે તે દુખદ છે. તેનુ કહેવ છે કે સાહસ સાથે તમામ બાબતોને સપાટી પર લાવનાર યુવતિઓથી તે પ્રભાવિત રહી છે.
તમામ લોકો જાણે છે કે અંકિતા અને કંગના રાણાવત અભિનિત ફિલ્મ મણિકર્ણિકા ફિલ્મ પ્રજાસત્તાક દિવસે એટલે કે ૨૬મી જાન્યુઆરીના દિવસે ફિલ્મ રજૂ થવા જઇ રહી છે. ફિલ્મમાં સુરેશ ઓબેરોય, ડેની પણ ખાસ રોલમાં છે. ફિલ્મના ગીતો પ્રસુન જાશી દ્વારા લખવામાં આવ્યા છે. જ્યારે સંગીત શંકર અહેસાન લોયે આપ્યુ છે. ફિલ્મમાં અમિતાભ બચ્ચનનો અવાજ પણ લેવામાં આવ્યો છે. ફિલ્મમાં કંગના રાણાવત મોટા રોલમાં નજરે પડનાર છે. કંગના પોતાની એક્ટિંગ કુશળતાના કારણે પહેલા પણ તમામને પ્રભાવિત કરી ચુકી છે.