નવી દિલ્હી : આર્થિક રીતે નબળા વર્ગના લોકોને ૧૦ ટકા અનામત આપવાના નિર્ણયને અમલી કરવામાં આવ્યા બાદ તેના કારણે વિદ્યાર્થીઓને મોટો ફાયદો થનાર છે. સેન્ટ્રલી ફન્ડેડ યુનિવર્સિટીઓમાં ૧૦ ટકા ક્વોટાને અમલી કરવા માટે ત્રણ લાખ સીટોનો વધારો કરવામાં આવનાર છે. આઇઆઇટી, આઇઆઇએમ અને નિટ જેવી પ્રતિષ્ઠિત સંસ્થાઓ સહિત સેન્ટ્રલી ફન્ડેડ સંસ્થાઓમાં ત્રણ લાખ સીટોનો વધારો થઇ જશે. સરકારે સરકારી સંસ્થાઓમાં ગરીબ લોકો માટે ક્વોટાને અમલી કરવા માટે પત્રો લખ્યા છે. આની સાથે જ તેમની સંસ્થાઓમાં સીટોની સંખ્યામાં નોંધપાત્ર રીતે વધારો થશે.
જાણકાર લોકોનુ કહેવુ છે કે વર્ષ ૨૦૨૧ સુધી આઇઆઇટીમાં સીટોની સંખ્યા ૫૧૦૦ રૂપિયા વધી જશે. જ્યારે આઇઆઇએમમાં ૮૦૦ સીટોનો વધારો થઇ જશે. દિલ્હી યુનિવર્સિટી જેવી મોટી સંસ્થાઓમાં ૧૬૦૦૦ જેટલી સીટો વધી જશે. વિશ્વ ભારતી અને જેએનયુ જેવી અન્ય મોટી સંસ્થાઓમાં ક્રમશ મોટો વધારો સંખ્યામાં થનાર છે. જેમાં ક્રમશ ૮૨૨ અને ૩૪૬ વધુ સીટોનો ઉમેરો થઇ જશે. હાલમાં તમામ સેન્ટ્રલી ફન્ડેડ સરકારી ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓમાં સીટની સંખ્યા ૯.૩ લાખ છે. જેમાં આઇઆઇટી,આઇઆઇએમ, સેન્ટ્રલ ઓપન યુનિવર્સિટીઓ અને સરકારી કોલેજાનો સમાવેશ થાય છે.
સીટ મેટ્રિક્સ અને અન્ય બાબતોને ધ્યાનમાં લેવામા આવે તો ૧૦ ટકા અનામતના કારણે હિસ્સેદારી આશરે ૨૫ ટકા સુધી વધી જશે. વરિષ્ઠ સરકારી અધિકારીએ માહિતી આપતા કહ્યુ છે કે કેન્દ્રિય સમર્થિત સંસ્થાઓમાં સીટની સંખ્યામાં ઉલ્લેખનીય વધારો થઇ રહ્યો છે. હાલમાં કેટલાક આંકડાને ગણતરીમાં લેવામાં આવે તે જરૂરી છે.