અમદાવાદ : જાણીતી ગાયિકા કિંજલ દવેને કોમર્શિયલ કોર્ટે કોપીરાઇટ કેસના ભંગ બદલના કેસમાં ચાર ચાર બંગડીવાળી ગાડીવાળુ ગીત ન ગાવા તા.૪થી જાન્યુઆરીએ વચગાળાનો આદેશ કર્યો હતો. કોપી રાઈટના કેસમાં આજે વધુ સુનાવણી કોમર્શિયલ કોર્ટમાં ધરાઈ હતી અને કોર્ટે વધુ એક દિવસનો સ્ટે અપાયો હતો. બીજીબાજુ, કિંજલે કોપી રાઈટના કેસ અને કોમર્શીયલ કોર્ટના હુકમ સામે ગુજરાત હાઈકોર્ટમાં રિટ અરજી દાખલ કરી છે, જેની સુનાવણી આવતીકાલે હાથ ધરાય તેવી શકયતા છે. કિંજલ દવે તરફથી હાઇકોર્ટમાં કરાયેલી અરજીમાં એડવોકેટ હર્ષિત તોલીયા અને જયદીપ વાઘેલાએ એ મતલબના મુદ્દા ઉપÂસ્થત કર્યા છે કે, પ્રસ્તુત કેસમાં કોમર્શીયલ કોર્ટે એક્સપાર્ટી હુકમ કર્યો છે અને અરજદારને સાંભળ્યા નથી કે રજૂઆતની કોઇ તક પણ પૂરી પાડી નથી. જે કુદરતી ન્યાયના સિધ્ધાંત વિરૂધ્ધનો અને અયોગ્ય હુકમ કહી શકાય.
આ સંજાગોમાં હાઇકોર્ટે નીચલી કોર્ટના હુકમને ગેરકાયદે અને અયોગ્ય ઠરાવી રદબાતલ ઠરાવવો જાઇએ અને અરજદારને ઉપરોકત ગીત ગાવાની મંજૂરી આપવી જાઇએ. કોમર્શીયલ કોર્ટ દ્વારા એક્સપાર્ટી સ્ટે જારી કરવાના કારણે અરજદારના બંધારણીય હક્કો અને અધિકારો પર તરાપ પડી છે, જે કોઇપણ રીતે યોગ્ય ના કહી શકાય. ઉલ્લેખનીય છે કે, કાઠિયાવાડી કિંગ નામે જાણીતા કાર્તિક પટેલે કોપી રાઈટ કેસ દાખલ કર્યો હતો. જેમાં અગાઉ કિંજલને કોર્ટે પ્રોગ્રામોમાં ચાર ચાર બંગડીવાળુ ગીત ન ગાવા અને ઈન્ટરનેટ પ્લેટફોર્મ પરથી ગીત હટાવી લેવા જણાવ્યું હતું. ગીતને અન્ય કોઈને વેચવામાં ન આવે તેવો આદેશ પણ કરાયો હતો. તા.૫મી જાન્યુઆરીએ બપોરે તેનું યુટ્યુબ પરનું ગીત હટાવી લેવામાં આવ્યું હતું. ઓસ્ટ્રેલિયામાં રહેતા કાઠિયાવાડી કિંગના નામે ઓળખાતા કાર્તિક પટેલે દાવો કર્યો હતો કે, આ ગીત તેણે લખ્યું છે અને ગાયું છે. કિંજલે તેની નકલ કરી છે.
તેની કંપનીએ કોપીરાઈટ એક્ટ અંતર્ગત કહ્યું હતું કે, તેણે ગીત બનાવી તેનો વીડિયો ૨૦૧૬માં યુટ્યુબ પર અપલોડ કર્યો હતો. તેના એક મહિના પછી થોડા ફેરફાર કરીને કિંજલે ગીત ગાયું હતું અને ઓક્ટોબર-૨૦૧૬માં યુટ્યુબ પર વીડિયો અપલોડ કર્યો હતો. નકલથી તેને ઘણાં લાભો થયા અને ચાહના મળી પરંતુ ગીત રચનારને જરાય ક્રેડિટ કે ચાહના મળી નથી. પ્રસ્તુત કેસમાં કોપી રાઇટ એકટની જાગવાઇઓનો સરેઆમ ભંગ થયો છે. દરમ્યાન કોમર્શીયલ કોર્ટે આજે વધુ એક દિવસ માટે સ્ટે લંબાવતા કિંજલ દવે તરફથી હાઇકોર્ટમાં અરજી દાખલ કરાઇ હતી અને હવે આવતીકાલે તેની સુનાવણી નીકળે તેવી શકયતા છે.