નેપિયર : હાલમાં જોરદાર ફોર્મમાં ચાલી રહેલા પૂર્વ કેપ્ટન અને મહાન ખેલાડી એમએસ ધોની પાસેથી વર્તમાન શ્રેણીમાં જોરદાર દેખાવની અપેક્ષા રાખવામાં આવે છે. તેના શાનદાર દેખાવના કારણે જ હાલમાં ભારતે ઓસ્ટ્રેલિયાની જમીન પર વનડે શ્રેણી જીતી લેવામાં સફળતા મેળવી હતી. ન્યુઝીલેન્ડ સામે પાંચ વનડે મેચોની શ્રેણીમાં ધોની માસ્ટર બ્લાસ્ટર સચિનના રેકોર્ડને તોડી શકે છે. હકીકતમાં ધોની ન્યુઝીલેન્ડમાં વનડે મેચોમાં ભારત માટે સૌથી વધારે રન કરનાર ખેલાડી બની શકે છે. આના માટે તેને વધારે રનની જરૂર નથી.આવી સ્થિતીમાં તે આ સિદ્ધી સુધી પહોંચી શકે છે. હાલમાં આ રેકોર્ડ સચિનના નામ પર છે. સચિને ન્યુઝીલેન્ડની સામે ૧૮ વનડે મેચોમાં ૬૫૨ રન કર્યા છે. સચિન બાદ વિરેન્દ્ર સહેવાગ બીજા સ્થાન પર છે.
સહેવાગે ૧૨ મેચોમાં ૫૯૮ રન કર્યા છે. ત્યારબાદ ધોનીએ ૧૦ મેચોમાં ૪૫૬ રન કર્યા છે. સચિન તેન્ડુલકરના રેકોર્ડને તોડી નાંખવા માટે ધોનીને હવે બીજા ૧૯૭ રનની જરૂર છે. જા તે આટલા રન કરી લેશે તો સૌથી વધારે રન ન્યુઝીલેન્ડમાં બનાવનાર ભારતીય ખેલાડી બની જશે. ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે હવે આવતીકાલથી શ્રેણી શરૂ થઇ રહી છે. ધોની હાલમાં જોરદાર ફોર્મમાં ચાલી રહ્યો છે. ઓસ્ટ્રેલિયાના પ્રવાસમાં ધોનીએ ત્રણેય મેચોમાં અડધી સદી કરી હતી. ઓસ્ટ્રેયિા પ્રવાસમાં બીજી વનડે મેચોમાં ધોનીએ અણનમ ૫૫ રન કર્યા હતા. ત્યારબાદ મેલબોર્ન ખાતે ત્રીજી વનડે મેચોમાં તે અણનમ ૮૭ રન બનાવી ગયો હતો. આની સાથે જ ભારતની ૨-૧થી શ્રેણી જીત થઇ હતી. ધોની ૨૦૧૮માં ફ્લોપ રહ્યો હતો. ધોની માટે વર્ષ ૨૦૧૮નો ગાવો સારો રહ્યો ન હતો. વર્ષ ૨૦૧૮માં ધોનીએ વધારે રન કર્યા ન હતા. ધોનીએ ૨૦ ઇનિગ્સમાં માત્ર ૨૭૫ રન કર્યા હતા. જેથી તેને પડતો મુકવામાં આવ્યો હતો. જા કે ઓસ્ટ્રેલિયા સામેની શ્રેણીમાં તેની ફરી પસંદગી કરવામાં આવી હતી.