નવી દિલ્હી : ભારતીય અમીર લોકોની સંપત્તિમાં ગયા વર્ષે દરરોજ ૨૨૦૦ કરોડ રૂપિયાનો ઉલ્લેખનિય વધારો થયો હતો. વર્ષ ૨૦૧૮માં એક ટકા અમીરો ૩૯ ટકા વધારે અમીર થયા હતા. જ્યારે નાણાંકીય રીતે નબળા લોકોની સંપત્માં માર ત્રણ ટકાનો વધારો થયો હતો. ઓક્સફેમ દ્વારા આજે જારી કરવામાં આવેલા અહેવાલમાં આ મુજબની વાત કરવામાં આવી છે. વર્લ્ડ ઈકોનોમિક ફોરમની વાર્ષિક પાંચ દિવસીય બેઠકથી પહેલા વાર્ષિક અભ્યાસ મુજબ વૈશ્વિક સ્તર પર વર્ષ ૨૦૧૮માં અમીરોની સંપત્તમાં દરરોજ ૧૨ ટકા અથવા તો ૨.૫ અબજ ડોલરનો ઉલ્લેખનિય રીતે વધારો થયો છે.
જ્યારે દુનિયાના સૌથી ગરીબ વર્ગના લોકોની સંપત્તિમાં ૧૧ ટકાનો ઘટાડો નોંધાયો હતો. ઓક્સફેમના અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે ૧૩.૬ કરોડ ભારતીય વર્ષ ૨૦૦૪માં દેવામાં ડુબેલા છે. જ્યારે ૧૩.૬ કરોડની આ વસ્તી દેશની સૌથી ગરીબ વસ્તી પૈકી ૧૦ ટકા છે. ઓક્સફેમ દ્વારા કરવામાં આવ્યું છે કે અમીરી અને ગરીબી વચ્ચે ખીણ સતત વધી રહી છે. ગરીબોની સામે લડાઈ નબળી બની છે. અર્થ વ્યવસ્થાને નુકસાન થઈ રહ્યું છે. ઓક્સફેમ ઈન્ટરનેશનલના કારોબારી અધિકારીનું કહેવું છે કે નૈતિક રીતે સ્થિતિ ગરીબ લોકોની બગડી છે. ટોચના એક ટકા લોકો અને બાકીના ભારતીય લોકોની વચ્ચે અસામાનતા અકબંધ રહી છે.
આનાથી દેશની સામાજિક અને લોકશાહી વ્યવસ્થાને નુકસાન થશે. ઓક્સફેમનું કહેવું છે કે સંપત્તિ થોડા લોકોની વચ્ચે જ વિભાજિત થઈ રહી છે. ૨૬ લોકોની પાસે એટલી સંપત્તિ છે જેટલી દુનિયાના ૩.૮ અબજ લોકોની પાસે છે અને આ દુનિયાની અડધી સૌથી ગરીબ પ્રજાનું પ્રતિનિધિત્વ કરે છે. ૧૦ ટકા વસ્તીની પાસે ૭૭.૪ ટકા સંપત્તિ રહેલી છે. જ્યારે એક ટકા લોકોની પાસે દેશની કુલ સંપત્તિ પૈકી ૫૧.૫૩ ટકાની સંપત્તિ છે. ભારતીય અમીરોની સંપત્તિ સતત વધી છે.