મુંબઇ : શેરબજારમાં આજે જોરદાર તેજી રહી હતી. કારોબારની શરૂઆત થયા બાદ છેલ્લા સમાચાર મળ્યા ત્યારે સેંસેક્સ ૨૮૯ પોઇન્ટ સુધરીને ૩૬૬૭૫ની સપાટી પર રહ્યો હતો. જ્યારે નિફ્ટી ૭૧ પોઇન્ટ સુધરીને ૧૦૯૭૮ની સપાટી પર રહ્યો હતો. ડોલરની સામે રૂપિયામાં શરૂઆતી કારોબારમાં જોરદાર ઘટાડો થયો હતો. આજે દિવસ દરમિયાન ઘટાડો જારી રહે તેવી શક્યતા છે. કારોબારીઓ અને કોર્પોરેટ જગત સાથે જોડાયેલા લોકો જે પરિબળો ઉપર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છે તેમાં કમાણીના આંકડા મુખ્ય છે. આ સપ્તાહમાં ડિસેમ્બર ત્રિમાસિક કમાણીના આંકડા જારી કરવામાં આવનાર છે.
જેમાં કોટક મહિન્દ્રા, એશિયન પેઈન્ટ, ભારતી ઈન્ફ્રાટેલ, અલ્ટ્રાટેક સિમેન્ટ, યશ બેંક, મારૂતી સુઝુકી, એચડીએફસી સ્ટાન્ડર્ડ લાઈફ દ્વારા પરિણામ જાહેર કરવામાં આવનાર છે. બ્રેÂક્ઝટ સોદાબાજીના મામલામાં કારમી હાર ખાધા બાદ બ્રિટનના વડાપ્રધાન થેરીસા મે દ્વારા મંજુરી માટે કાયદા નિષ્ણાતો સમક્ષ તેમની નવી ડિલ રજુ કરવામાં આવનાર છે. જાણકાર લોકોનું કહેવું છે કે યુરોપિયન યુનિયનને છોડી દેવા માટેની ૨૯મી માર્ચની મહેતલ લંબાવવામાં આવી શકે છે. યુરોપિયન યુનિયનમાંથી બહાર નિકળી જવા અથવા તો બીજા જનમતનું આયોજન કરવાને લઈને વધારે સમયની માંગ કરવામાં આવનાર છે. ચીનમાં જીડીપીના આંકડા ડિસેમ્બર મહિનાના રિટેલ વેચાણના તથા રોકાણના જારી કરવામાં આવનાર છે.
ભારત ઉપર તેની સીધી અસર થશે. તેલ કિંમતોમાં વધારાનો દોર જારી રહ્યો છે. ઓપેક દેશોએ શુક્રવારના દિવસે જ તેના સભ્યો દ્વારા ઓઈલ ઉત્પાદનના કાપની યાદી જાહેર કરી હતી. આના પરિણામ સ્વરૂપે કિંમતોમાં ફરીવાર વધારો થઈ રહ્યો છે. શેરબજારમાં હાલમાં ઉતારચઢાવની Âસ્થતી રહી શકે છે. કારણ કે વૈશ્વિક પરિબળોની સાથે સાથે સ્થાનિક પરિબળોની અસર પણ જાવા મળી રહી છે.