પ્રયાગરાજ : ઉત્તરપ્રદેશના પ્રયાગરાજમાં ત્રિવેણી સંગમ ઉપર ચાલે રહેલા મહાકુંભ મેળાના ભાગરૂપે આજે સવારે પોશ પૂર્ણિમા સ્નાનની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. કાતિલ ઠંડી હોવા છતાં લોકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. સુર્યોદય પહેલા જ મોટી સંખ્યામાં લોકો જુદા જુદા ઘાટ પર પહોંચી ગયા હતા. મહાકુંભ મેળાના ભાગરૂપે આજે બીજા પવિત્ર સ્નાનની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. તમામ ઘાટ પર શ્રદ્ધાળુઓ પર પોલીસ દ્વારા ચાંપતી નજર રાખવામાં આવી રહી હતી. ૧૫મી જાન્યુઆરીના દિવસે પ્રથમ શાહી સ્નાન સાથે મહાકુંભ મેળાની શરૂઆત થઈ હતી. આજે સવારે પોશ પૂર્ણિમા સ્નાનને લઈને પણ અભૂતપૂર્વ ઉત્સાહ શ્રદ્ધાળુઓ અને સાધુ સંતોમાં જાવા મળી રહ્યો છે. વહેલી સવારથી જ પૂર્ણિમા સ્નાન મેળાની શરૂઆત થઇ હતી.
પ્રયાગરાજમાં ચાલી રહેલા કુંભમેળામાં કરોડો લોકો પહોંચે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. પહેલાથી જ સાધુ સંતોના સ્નાન માટે સમય નક્કી કરવામાં આવ્યો છે. તે પહેલા કોઈપણ સ્નાન માટે નદીમાં ઉતરી શકે નહીં. કેટલીક વખત શાહી સ્નાનને લઈને સંતો વચ્ચે સંઘર્ષની સ્થિતિ પણ ભૂતકાળમાં જાવા મળી ચુકી છે. શાહી સ્નાન માટેની પરંપરા સદીઓ જૂની રહેલી છે. આજે સવારે પવિત્ર સ્નાનની પ્રક્રિયા મોડે સુધી જારી રહી હતી. પોશ પૂર્ણિમા સ્નાન બાદ ૩૧મી જાન્યુઆરીના દિવસે પોશ અકાદશી સ્નાનની વિધિ રહેશે. એમ માનવામાં આવે છે કે શાહી સ્નાનની પરંપરા ૧૪મીથી લઈને ૧૬મી સદી વચ્ચે શરૂ થઈ હતી. તે વખતે દેશમાં મોગલ શાસકો આવવાની શરૂઆત થઈ હતી. હરિદ્વારમાં ગંગાના કિનારે કુંભનું આયોજન કરવામાં આવે છે. ૧૫મી જાન્યુઆરીના દિવસે ઉત્તરાયણ પર્વના એક દિવસ પછી અભૂતપૂર્વ સુરક્ષા વ્યવસ્થા વચ્ચે મહાકુંભ ૨૦૧૯ની શરૂઆત થઈ હતી. ગંગા, યમુના અને સરસ્વતી નદીના ત્રિવેણી સંગમ ઉપર પ્રથમ શાહી સ્નાન સાથે આની શરૂઆત થયા બાદ પ્રથમ શાહી સ્નાનમાં લાખો લોકોએ પવિત્ર ડુબકી લગાવી હતી. હવે આજે પૌશ પૂર્ણિમા સ્નાનમાં પણ લાખોની સંખ્યામાં શ્રદ્ધાળઓ વહેલી સવારથી ઉમટી પડ્યા હતા. ચોથી માર્ચ સુધી કુંભ મહોત્સવ ચાલનાર છે. ૫૦ દિવસ સુધી કુંભ મેળાનું આયોજન કરવામાં આવ્યું છે.
આના માટે ૪૨૦૦ કરોડ રૂપિયાની જંગી રકમ ખર્ચ કરવામાં આવી રહી છે. મહાટ્ઠકુંભને લઈને મહિનાઓથી તૈયારીઓ ચાલી રહી હતી. ઉત્તરપ્રદેશ સરકારે અલ્હાબાદમાં કુંભ માટે ૪૨૦૦ કરોડ રૂપિયાની ફાળવણી કરી છે. સૌથી મોંઘા તીર્થ સ્થળ તરીકે હવે આને ગણવામાં આવે છે. અગાઉની સરકારે ૧૩૦૦ કરોડ રૂપિયાની રકમ આપી હતી. કુંભામેળાનું સંકુલ આ વખતે છેલ્લા મેળાની સરખામણીમાં બે ગણા વધારા સાથે ૩૨૦૦ હેકટર વિસ્તારમાં છે. ૨૦૧૩માં કુંભનું આયોજન ૪૨૦૦ હેકટર વિસ્તારમાં કરાયું હતું.ભવ્ય કુંભ મેળાના કારણે હોસ્પિટાલિટી સેકટરમાં ૨.૫ લાખ લોકોને સીધી રીતે રોજગારી મળી રહી છે. એરલાઈન્સ અને એરપોર્ટ ઉપર ૧.૫ લાખ લોકોને નોકરી મળી છે. ઉપરાંત ટુર ઓપરેટર્સ દ્વારા ૪૫ હજાર લોકોને રોજગારી આપવામાં આવી છે. ટુરીઝમ અને મેડિકલ ટુરીઝમના પરિણામ સ્વરૂપે ૮૫ હજાર લોકોને રોજગારી મળી છે.
ઉપરાંત ટુર ગાઈડ, ટેક્સી ડ્રાઈવર સહિતના કોરોબારીઓને ૫૦ હજાર નોકરીઓની તકો સર્જાઈ છે. સરકારી એજન્સીઓ અને વેપારીઓની આવકમાં વધારો થયો છે. ઓસ્ટ્રેલિયા, બ્રિટન, મલેશિયા, સિંગાપુર, દક્ષિણ આફ્રિકા, ન્યૂઝીલેન્ડ, શ્રીલંકા જેવા દેશોમાંથી પ્રવાસી કુંભમેળામાં પહોંચ્યા છે. મેળાથી ઉત્તરપ્રદેશને ૧.૨ લાખ કરોડ રૂપિયાની આવક થઈ રહી છે. રાજસ્થાન, ઉત્તરાખંડ, પંજાબ, હિમાચલપ્રદેશમાંથી પણ જંગી નાણાં આવી રહ્યા છે. કારણ કે મોટી સંખ્યામાં દેશ વિદેશમાંથી પ્રવાસીઓ આ રાજ્યોમાં પણ ફરવા જઈ શકે છે.