મેડમ તુસાદ મ્યુઝિમમાં લોકોની વેક્સથી બનેલી પ્રતિમા આબેહૂબ જોવા મળે છે. કોઈ પણ સેલિબ્રિટી માટે તેનું વેક્સ સ્ટેચ્યૂ મ્યુઝિયમમાં મુકાય તે ખૂબ ગર્વની વાત કહેવાય અને આવો જ ગર્વ કરવાનો મોકો પ્રાપ્ત થયો છે બોલિવૂડ સ્ટાર વરુણ ધવનને.
હોન્કોંગમાં મેડમ તુસાદ મ્યુઝિયમમાં આજ સુધી માત્ર ત્રણ જ ભારતીય સેલિબ્રિટીનાં સ્ટેચ્યુ છે. જેમાં મહાત્મા ગાંધી, અમિતાભ બચ્ચન અને હાલનાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો સમાવેશ થાય છે. હવે ચોથા ઈન્ડિયન સેલિબ્રિટી તરીકે વરુણ ધવનને આ લ્હાવો મળ્યો છે. વરુણ આ મ્યુઝિયમમાં સૌથી યંગેસ્ટ ઈન્ડિયન સેલિબ્રિટી છે. વરુણ ધવને પોતાના સ્ટેચ્યૂ પાસે એ જ પોઝમાં ફોટો ક્લીક કરાવ્યો. પિતા ડેવિડ ધવને પણ પુત્ર વરુણનાં સ્ટેચ્યૂ પાસે પોતાના સિગ્નેચર સ્ટેપમાં ફોટો પડાવ્યો.