અમદાવાદ : મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગુજરાતના ભાવિ સુદ્રઢ અને સંતુલિત સર્વગ્રાહી વિકાસના દસ્તાવેજ સમાન ગુજરાત સ્પ્રિન્ટ ટુ ર૦રરનું વિઝન સ્પષ્ટ કરતા કહ્યું કે, આ એક માઇલ સ્ટોન નહિં પરંતુ માઇલ સ્ટોનનું કલેકશન છે. આ સંદર્ભમાં તેમણે કહ્યું કે, ગુજરાતના પરિવર્તનકારી મોડલ શેપિંગ એ ન્યૂ ઇન્ડિયાની દિશામાં મહત્વપૂર્ણ યોગદાન આપીને આપણે આવતીકાલના ગુજરાતનું સર્જન કરવાની નેમ ધરાવીએ છીએ. મુખ્યમંત્રીએ સ્પષ્ટ કહ્યું કે, સ્પ્રિન્ટ ર૦રર એ માત્ર સરકારની કામગીરી પૂરતું સિમીત નથી તે સામાન્ય માનવીની જીંદગીને પણ સ્પર્શનારો વિષય બની રહેવાનું છે. તેમણે ૧૯૬૦માં ગુજરાતની અલગ રાજ્ય તરીકેની સ્થાપના બાદ વિકાસને નવી ઊંચાઇ ર૦૦૩થી શરૂ થયેલી વાયબ્રન્ટ સમિટને પગલે મળી છે તેનું શ્રેય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના દ્રષ્ટિવંત આયોજનને આપ્યુ હતું.
મુખ્યમંત્રીએ ગુજરાત ઇન્ક્લુઝિવ સ્ટેટ અને લેન્ડ આૅફ ઓપોર્ચ્યુિનટી બન્યું છે તેનું ગૌરવ કરતા કહ્યું કે, રાજ્યના અર્થતંત્રની મજબૂતી અને નવી નીતિઓને કારણે વિકાસદર ર૦૦૦થી ર૦૧૭ દરમિયાન ૧૦ ટકાને આંબી ગયો છે. ગુજરાત નિતી આયોગના સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સ ઇન્ડિયા ઇન્ડેક્ષમાં ર૦૧૮માં ભારતના ટોપ થ્રી રાજ્યોમાંનું એક બન્યું છે. તેમણે કહ્યું કે, ગુજરાત રોકાણકારો માટે પણ એક મહત્વનું પરિબળ બન્યું છે. મુખ્યમંત્રીએ કહ્યું કે, ગુજરાતની ધરતીએ હીરા કરતા પણ કઠોર આત્મબળ ધરાવનારા અને સિંહની ત્રાડ કરતા પણ વધુ શક્તિશાળી અભિગમ ધરાવનારા, રેશમ કરતા પણ મુલાયમ ભાષા બોલનારા લોકોને જન્મ આપ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વાઇબ્રન્ટ ગુજરાત નામના વિચારની ભેટ આપી છે.
વડાપ્રધાનએ વાઇબ્રન્ટ સમિટ ૨૦૧૯ના ઉદઘાટન પ્રસંગે ગુજરાત અને ભારતને વિકાસની નવી ઊંચાઈએ લઇ જવાનું આહવાન કર્યું છે એમ જણાવી મુખ્યમંત્રીએ કહ્યું કે, વડાપ્રધાનએ ઊંચા સપનાં અને ઊંચું લક્ષ્ય રાખવાનો મંત્ર આપીને સંકલ્પથી સિદ્ધિ સુધીની યાત્રા સફળતાપૂર્વક પાર પાડવાની સૌને અદભુત પ્રેરણા આપી છે. પ્રધાનમંત્રીના નયા ભારતના નિર્માણના સંકલ્પનો ઉલ્લેખ કરી ગુજરાતની સાડા છ કરોડ ગુજરાતીઓ વતી ખાતરી આપતાં મુખ્યમંત્રીએ કહ્યું કે, ગુજરાત શેપિંગ અ ન્યૂ ઇન્ડિયા અને ગુજરાત સ્પ્રિન્ટ ટુ ૨૦૨૨ના માધ્યમથી તેને સાકાર કરવા પ્રતિબધ્ધ છે. તેમણે કહ્યું કે, ગુજરાતના પરિવર્તનકારી મોડેલ શેપિંગ અ ન્યૂ ઇન્ડિયાની દિશામાં મહત્વપૂર્ણ યોગદાન આપનારું મહત્વનું અંગ બની રહ્યું છે. હવે સ્પ્રિન્ટ ૨૦૨૨ દ્વારા આવતીકાલના ગુજરાતનું સર્જન થવા જઇ રહ્યું છે. ગુજરાત સ્પ્રિન્ટ ટુ ૨૦૨૨ એ માઇલસ્ટોન નથી પણ માઇલસ્ટોનનું કલેક્શન છે. સ્પ્રિન્ટ ૨૦૨૨ એ સરકારની કામગીરી પૂરતું સીમિત નથી પણ તે સામાન્ય લોકોની જિંદગીને સ્પર્શનારો પરિણામલક્ષી વિષય છે. પ્રગતિની યાત્રામાં સૌના સાથ અને સૌના વિકાસનો અભિગમ તેમાં સમાયેલો છે, એમ તેમણે ઉમેર્યું હતું.
ગુજરાત એક ઇન્ક્લુઝિવ સ્ટેટ હોવાનો ઉલ્લેખ કરતાં મુખ્યમંત્રીએ કહ્યું કે, અવસરો વચ્ચે યોગ્ય સંતુલન જાળવીને ગુજરાત જીવનના તમામ ક્ષેત્રોમાં પોતાના પાયા મજબૂત બનાવી રહ્યું છે. ગુણવત્તાયુક્ત શિક્ષણ, અફોર્ડેબલ હાઉસિંગ, સરળ આરોગ્ય સેવા વિશ્વ કક્ષાની રમતગમત સુવિધા તમામ ક્ષેત્રે ગુજરાતે વિકાસની ગતિશિલતા જાળવી છે એમ તેમણે વધુમાં ઉમેર્યું હતું.