ગાંધીનગર : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે પાટનગર ગાંધીનગરમાં મહાત્મા મંદિર ખાતે વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટની શરૂઆત કરાવી હતી. તેમની સાથે ગુજરાતના મુખ્યપ્રધાન વિજય રૂપાણી, નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ અને અન્યો ઉપસ્થિત રહ્યા હતા. દેશ અને દુનિયાના સૌથી અમીર લોકોમાં સ્થાન ધરાવતા ઉદ્યોગપતિઓ પણ આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા. અગાઉ સવારે મોદી ગ્લોબલ સમિટમાં ભાગ લેવા માટે પહોંચ્યા હતા. મહાત્મા મંદિર ખાતે મોદીએ વિવિધ દેશોના વડાઓ સાથે મુલાકાત કરી હતી. પાંચ રાષ્ટ્રોના વડાઓ અને ૧૨૫ મહાનુભાવોની હાજરીમાં મોદીએ સમિટની શરૂઆત કરાવી હતી. વાયબ્રન્ટ સમિટમાં ૧૬ વર્ષના ગાળામાં હજુ સુધી ૭૦થી વધારે એમઓયુ થયા છે.
સમિટમાં પાંચ દેશોના વડા અને ૩૦૦૦૦થી વધારે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય પ્રતિનિધિઓ આમા ભાગ લઇ રહ્યા છે. ભારત અને વિદેશની મહાકાય કંપનીઓના ટોપના સીઈઓ પણ આમા ભાગ લઇ રહ્યા છે. ભારતીય બિઝનેસના દિગ્ગજા પણ આમા ભાગ લઇ રહ્યા છે જેમાં મુકેશ અંબાણી, ઉદય કોટક, કુમાર મંગલમ બિરલાનો સમાવેશ થાય છે. ગુજરાતના મુખ્યપ્રધાન તરીકે નરેન્દ્ર મોદી હતા ત્યારે વાયબ્રન્ટ સમિટની શરૂઆત કરવામાં આવી હતી. ત્યારબાદથી તેનુ સફળતાપૂર્વક આયોજન કરવામાં આવે છે.
મહાત્મા મંદિર ખાતે આની શરૂઆત થઇ છે. વડાપ્રધાન મોદી વાયબ્રન્ટ સમિટમાં ભાગ લેવા માટે ગઇકાલે ગુરૂવાર નિર્ધાિરત સમય મુજબ ગુજરાત પહોંચ્યા હતા. પ્રથમ દિવસે વાયબ્રન્ટ સમિટના ભાગરૂપે મહાત્મા મંદિર સહ એક્ઝીબિશન સેન્ટર પર વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ટ્રેડ શોનુ ઉદ્ઘાટન કરવામાં આવ્યા હતા. સાંજે મોદી અમદાવાદમાં નવા વીએસ હોસ્પિટલનનુ લોકાર્પણ કરવા પહોંચ્યા હતા. અમદાવાદ શોપિંગ ફેસ્ટીવલનપ ઉદ્ઘાટન કર્યું હતું. વીએસ લોકાર્પણ વેળા અને શોપિંગ ફેસ્ટિવલના ઉદ્ઘાટન વેળાએ મોદીએ ઉપસ્થિત લોકોને સંબોધન કર્યું હતું. સમિટ માટે ગુજરાતની જ નહીં બલ્કે વિશ્વ સમુદાયના વિકાસ માટેના ચિંતનનું પ્લેટફોર્મ ઉપલબ્ધ કરાવે છે. જુદા જુદા દેશોના નેતાઓ અને પ્રતિનિધિઓ આમા ભાગ લઇ રહ્યા છે. જેના ભાગરુપે ડેનમાર્ક, થાઈલેન્ડ, ચેકગણરાજ્યનો સમાવેશ થાય છે.