મેલબોર્ન : મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે આજે રમાયેલી ત્રીજી અને અંતિમ મેચમાં જીત મેળવીને ભારતે વનડે શ્રેણી જીતીને ઇતિહાસ સર્જ્યો હતો. વનડે શ્રેણી પહેલા વર્તમાન પ્રવાસમાં ભારતે ટેસ્ટ શ્રેણી પણ જીતીને છેલ્લા ૭૦ વર્ષથી ચાલી રહેલા ઇંતઝારનો અંત આણ્યો હતો. આજે મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે રમાયેલી મેચમાં ભારત તરફથી જીતમાં ભૂતપૂર્વ કેપ્ટન મેહેન્દ્રસિંહ ધોની અને યુજવેન્દ્ર ચહલે ચાવીરુપ ભૂમિકા ભજવી હતી. યુજવેન્દ્રએ છ વિકેટ ઝડપીને તરખાટ મચાવ્યો હતો. ભારતની ઐતિહાસિક જીતની સાથે સાથે નીચે મુજબ છે.
- ત્રીજી અને અંતિમ વનડે મેચમાં મેલબોર્નમાં ભારતે જીત મેળવી
- પ્રથમ મેચમાં સિડનીમાં ઓસ્ટ્રેલિયાએ ૩૪ રને જીત મેળવ્યા બાદ એડિલેડમાં ભારતે છ વિકેટે જીત મેળવીને શ્રેણી બરોબર કરી હતી
- ત્રીજી અને નિર્ણાયક વનડે મેચમાં ભારતે શાનદાર જીત મેળવીને ઓસ્ટ્રેલિયાના પ્રથમ દ્વિપક્ષીય વનડે શ્રેણી જીતી લીધી
- ઓસ્ટ્રેલિયાના ૨૩૦ રનની સામે ભારતે ત્રણ વિકેટે ૨૩૪ રન કરીને મેચ જીતી લીધી
- ભારત તરફથી ધોનીએ સૌથી વધુ ૮૭, કેદાર જાધવે ૬૧ અને કોહલીએ ૪૬ રન કર્યા
- મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડમાં ભારતીય ખેલાડીઓનો શાનદાર દેખાવ
- યુજવેન્દ્ર ચહલે છ વિકેટ ઝડપીને તરખાટ મચાવ્યો
- યુજવેન્દ્ર ચહલે અજીત અગરકરના રેકોર્ડની બરોબરી કરી
- ૨૦૦૪માં મેલબોર્નમાં જ અજીત અગરકરે ઓસ્ટ્રેલિયા સામે છ વિકેટ ઝડપી હતી
- ધોનીને શૂન્ય રને તક મળી હતી પરંતુ ત્યારબાદ શાનદાર બેટિંગ કરી હતી
- ભારત તરફથી તમામ ક્ષેત્રોમાં શાનદાર રમત રમવામાં આવી
- ભારત તરફથી આ મેચમાં કુલદીપ યાદવે પણ શાનદાર દેખાવ કર્યો
- ઓસ્ટ્રેલિયાના બેટ્સમેનો ફરીવાર ફ્લોપ સાબિત થયા
- ભારતે વનડે શ્રેણી પહેલા ટેસ્ટ શ્રેણી ૨-૧થી જીતી હતી
- ધોનીએ કોહલી સાથે ૫૪ રનની અને ત્યારબાદ જાધવ સાથે ચોથી વિકેટની ભાગીદારીમાં ૧૨૧ રન બનાવ્યા હતા