આઈઆઈએફએલ હોલ્ડિંગ્સ લિમિટેડે જણાવ્યું હતું કે તેની પેટાકંપની અને અગ્રણી નોન બેન્કિંગ ફાઈનાન્સિયલ કંપની ઈન્ડિયા ઈન્ફોલાઈન ફાઈનાન્સ લિમિટેડ (આઈઆઈએફએલ ફાઈનાન્સ) 22 જાન્યુઆરી, 2019ના રોજ રૂ. 2000 કરોડ એકત્ર કરવા માટે બોન્ડ્સનો પબ્લિક ઈસ્યુ શરૂ કરી રહી છે જેથી બિઝનેસ ગ્રોથ અને વિસ્તરણ કરી શકાય.
યુકે સ્થિત સીડીસી ગ્રૂપ આઈઆઈએફએલ ફાઈનાન્સ સિક્યોર્ડ અને અનસિક્યોર્ડ રિડિમેબલ નોન-કન્વર્ટીબલ ડિબેન્ચર્સ (એનસીડી) રૂ. 250 કરોડ સુધી ગ્રીન શૂ ઓપ્શન સાથે રૂપિયા 1750 કરોડ (રૂ. 2000 કરોડ એકત્ર કરવા) ઈસ્યુ કરશે.
આઈઆઈએફએલ ગ્રૂપના સીએફઓ પ્રબોધ અગ્રવાલે કહ્યું હતું, ‘ફંડ્સ કે જે આ ઈસ્યુ દ્વારા પ્રાપ્ત કરવામાં આવશે તેનો ઉપયોગ આગળના સમયમાં લેન્ડિંગ, ફાઈનાન્સિંગ અને જનરલ કોર્પોરેટ હેતુ માટે કરવામાં આવશે. આઈઆઈએફએલ ગ્રૂપના અગાઉના બોન્ડ ઈસ્યુઝ ઓવર સબસ્ક્રાઈબ્ડ અને સમયસર રિપેઈડ કરાયા છે.’
આઈઆઈએફએલ બોન્ડ્સ વ્યક્તિગત અને અન્ય શ્રેણીઓમાં 10.50% જેટલા અને સંસ્થાકીય શ્રેણી માટે 10.35 %ના હિસાબે 120 મહિનાના ગાળા માટે માસિક અને વાર્ષિક પેમેન્ટની સુવિધા સાથે સૌથી વધુ યીલ્ડની ઓફર કરે છે. જ્યારે અન્ય ગાળામાં 39 અને 60 મહિનાની ઓફર કરવામાં આવે છે.
ક્રિસિલએ આ ઈન્સ્ટ્રુમેન્ટને એએ/સ્ટેબલ રેટિંગગ આપ્યું છે જેમાં ઈન્સ્ટ્રુમેન્ટ્સને સૌથી વધુ સુરક્ષિત અને સમયસરના ફાઈનાન્સિયલ ઓબ્લિગેશન્સ માટે માનવામાં આવે છે અને તેમાં ખૂબ ઓછું ક્રેડિટ રિસ્ક છે.
આઈઆઈએફએલ ફાઈનાન્સના સીઈઓ સુમિત બાલીએ કહ્યું હતું, ‘અમારી ભારતભરમાં 1755 શાખાઓ સાથેની મજબૂત ફિઝિકલ ઉપસ્થિતિ અને વૈવિધ્યપૂર્ણ પોર્ટફોલિયો દ્વારા અમે જ્યાં પહોંચ નથી એવી જનસંખ્યાના વિવિધ સેગમેન્ટ્સમાં રહેલી ક્રેડિટ આવશ્યકતાઓ પર લક્ષ આપીશું.’
આઈઆઈએફએલનો પ્રોફિટ આફ્ટર ટેક્સ 30 સપ્ટેમ્બર, 2018ના રોજ પૂરા થયેલા અર્ધવાર્ષિક ગાળા માટે રૂ. 357.2 કરોડ રહ્યો હતો, જ્યારે લોન એસેટ્સ અંડર મેનેજમેન્ટ (એયુએમ) તથા પ્રતિ વર્ષના હિસાબે 69 ટકા ગ્રોથ દર્શાવ્યો છે, જ્યારે રિટેલ દ્વારા પ્રતિ વર્ષના હિસાબે રૂ. 36373 કરોડ સુધીની એટલે કે 40 ટકા ગ્રોથ નોંધાવાયો છે, સ્મોલ ટિકિટ હોમ લોન્સમાં પ્રતિવર્ષના હિસાબે 59% તથા એસએમઈ ફાઈનાન્સ લોનમાં પ્રતિવર્ષના હિસાબે 113%નો ગ્રોથ રહ્યો તો માઈક્રોફાઈનાન્સ લોન્સ કે જેમાં 30 સપ્ટેમ્બર, 2018 અનુસાર 259%નો ગ્રોથ જોવા મળ્યો હતો.
રિટેલ લોન્સ કે જેમાં હોમ લોન્સ અને સ્મોલ બિઝનેસ ફાઈનાન્સ લોન પણ સામેલ છે જેમાં 85 ટકા લોન બૂક તથા આરબીઆઈ પ્રાયોરિટી સેક્ટર લેન્ડિંગ (પીએસએલ) નોર્મ્સ 46 ટકા લોન્સમાં જાળવવામાં આવ્યા છે. સિક્યુરિટાઈઝ્ડ લોન બૂક કે જેમાં એયુએમ 15 ટકા અને એસેટ ક્વોલિટી ગ્રોસ એનપીએ 2.2% સાથે તથા નેટ એનપીએ 1.0 ટકા સાથે રહ્યું છે. આઈઆઈએફએલ સુયોગ્ય રીતે કેપિટલાઈઝ્ડ એનબીએફસી છે અને તેને નેટવર્થ રૂ. 4000 કરોડ છે અને ટોટલ કેપિટલ એડેક્વસી રેશિયો (સીએઆર) 18.7 ટકા 30 સપ્ટેમ્બર, 2018ના રોજ રહ્યો છે. જેમાં ટીઅર 1 કેપિટલ 15.5 ટકા કે જે કાયદાકીય આવશ્યકતા સામે ક્રમશઃ 15 ટકા અને 10 ટકા રહ્યો છે.
સબસિડિયરી આઈઆઈએફએલ હોમ ફાઈનાન્સ અફોર્ડેબલ હાઉસિંગ સેગમેન્ટ પર ધ્યાન આપે છે અને પ્રધાનમંત્રી આવાસ યોજનામાં ક્રેડિટ લિન્ક્ડ સબસિડી સ્કીમ આપતી અગ્રણી કંપની છે. 2015માં આ સ્કીમ લોન્ચ થઈ ત્યારથી સીએલએસએસના લાભાર્થીઓની સંખ્યા આઈઆઈએફએલ હોમ ફાઈનાન્સમાં નાણાકીય વર્ષ 2015-16માં 65થી વધીને ડિસેમ્બર, 2018માં 20000 જેટલી થઈ છે.
આ ઈસ્યુના લીડ મેનેજર્સ એડલવીસ ફાઈનાન્સિયલ સર્વિસીઝ, આઈસીઆઈસીઆઈ સિક્યુરિટીઝ, આઈઆઈએફએલ હોલ્ડિંગ્સ લિમિટેડ અને ટ્રસ્ટ ઈન્વેસ્ટમેન્ટ એડવાઈઝર્સ છે. એનસીડી બીએસઈ તથા નેશનલ સ્ટોક એક્સચેન્જ ઓફ ઈન્ડિયા લિમિટેડ (એનએસઈ) પર લિસ્ટેડ છે, જે રોકાણકારોને લિક્વિડિટી આપશે. આઈઆઈએફએલ બોન્ડ્સ રૂ. 1000ની ફેસવેલ્યુ પર ઈસ્યુ થશે અને લઘુતમ એપ્લિકેશન સાઈઝ રૂ. 10000 તમામ શ્રેણીમાં રહેશે. આ પબ્લિક ઈસ્યુ 22 જાન્યુઆરી, 2019ના રોજ ખુલશે અને 20 ફેબ્રુઆરી, 2019ના રોજ અર્લી ક્લોઝરના ઓપ્શન સાથે બંધ થશે. અલોટમેન્ટ વહેલો તે પહેલાના ધોરણે થશે.