મુંબઇ : બોલિવુડ સ્ટાર અક્ષય કુમાર હાલમાં જ શંકરની ફિલ્મ ટુમાં રજનિકાંતની સાથે નજરે પડ્યો હતો. આ ફિલ્મમાં તે વિલન તરીકે નજરે પડ્યો હતો. હવે તે ફરી એકવાર વિલનના રોલમાં નજરે પડનાર છે. તે હવે વધુ એક દક્ષિણ ભારતના સુપરસ્ટાર અભિનેતા કમલ હાસનની સાથે નજરે પડનાર છે. આ ફિલ્મમાં પણ તે વિલનની ભૂમિકા અદા કરવા જઇ રહ્યો છે. રિપોર્ટ પર વિશ્વાસ કરવામાં આવે તો અક્ષય કુમારની ફિલ્મ આ વખતે પણ શંકર જ બનાવી રહ્યા છે.
ફિલ્મ ઇન્ડિયન-૨ બનાવવા માટેની તૈયારી કરવામાં આવી રહી છે. આ મેગા બજેટની ફિલ્મ વર્ષ ૧૯૯૪માં રજૂ કરવામાં આવી હતી. નવી ફિલ્મ આ ફિલ્મની રીમેક ફિલ્મ રહેશે. જેમાં પહેલાની જેમ જ કમલ હાસલ જ લીડ રોલ કરનાર છે. ગયા મંગળવારના દિવસે પ્રથમ પોસ્ટર જારી કરવામાં આવ્યા બાદ ફિલ્મને લઇને ભારે આશાવાદી છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યુ છે કે પહેલા શંકરે આ રોલ માટે અજય દેવગનનો સંપર્ક કર્યો હતો. ફિલ્મમાં એક રોલ પોલીસ અધિકારીનો છે. જા કે કેટલાક કારણોસર અજય દેવગને આ ફિલ્મમાં કામ કરવાનો ઇન્કાર કર્યો હતો. સુત્રોએ કહ્યુ છે કે ટુ ફિલ્મ પૂર્ણ થયા બાદ તરત આ પ્રોજેક્ટ પર કામ શરૂ કરવામાં આવ્યુ છે. ટુ ફિલ્મ વેળા શંકર અને અક્ષય કુમારની સારી મિત્રતા થઇ ગઇ હતી.
એ ગાળા દરમિયાન બંને કલાકારોએ સાથે મળીને કામ કરવાનો નિર્ણય કર્યો હતો. ગયા વર્ષે નવેમ્બર મહિનામાં ટુ ફિલ્મ રજૂ કરવામાં આવી હતી. ભારતીય સિનેમાના ઇતિહાસમાં બનેલી આ હજુ સુધીની સૌથી મોટી ફિલ્મ છે. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર રેકોર્ડ સફળતા હાંસલ કરી ગઇ હતી. હવે ઇન્ડિયન-૨ ફિલ્મ બનાવવા માટેની તૈયારી કરી લેવામાં આવી છે. અક્ષય કુમાર ફિલ્મને લઇને ભારે ખુશ દેખાઇ રહ્યો છે. તેને હવે વિલનના રોલ મળી રહ્યા છે