મુંબઈ : શેરબજારમાં આજે ફ્લેટ સ્થિતિ રહી હતી. એશિયન બજારમાં મિશ્ર કારોબાર વચ્ચે બેંચમાર્ક ઇન્ડેક્સમાં ફ્લેટ સ્થિતિ રહી હતી. બીએસઈ સેંસેક્સ ૩ પોઇન્ટ ઉછળીને ૩૬૩૨૧ની સપાટીએ રહ્યો હતો જ્યારે બ્રોડર નિફ્ટી ચાર પોઇન્ટ ઉછળીને ૧૦૮૯૦ની સપાટીએ રહ્યો હતો. સેક્ટરલ ઇન્ડેક્સની વાત કરવામાં આવે તો નિફ્ટી પીએસયુ બેંક ઇન્ડેક્સમાં ૦.૬ ટકાનો ઉછાળો રહ્યો હતો. યુનિયન બેંક ઓફ ઇન્ડિયા, ઇન્ડિયન બેંક, પીએનબીના શેરમાં તેજી નોંધાઈ હતી. બ્રોડર માર્કેટમાં બીએસઈ મિડકેપ ઇન્ડેક્સમાં ૩ પોઇન્ટનો ઘટાડો રહેતા તેની સપાટી ૧૫૧૮૭ રહી હતી જ્યારે બીએસઈ સ્મોલકેપ ઇન્ડેક્સમાં ૨૧ પોઇન્ટનો સુધારો રહ્યો હતો જેથી તેની સપાટી ૧૪૬૬૦ રહી હતી. જેટ એરવેઝના શેરમાં આઠ ટકાનો ઘટાડો રહ્યો હતો. શેરબજારમાં આજે તેજી માટે વૈશ્વિક પરિબળો પણ જવાબદાર રહ્યા હતા. તેલ કિંમતોમાં ફરી સુધારો થયો છે. બ્રેન્ટ ક્રૂડની કિંમત ૬૦.૮૩ ડોલર પ્રતિબેરલ બોલાઈ છે. કારોબારના અંતે સેંસેક્સ ગઇકાલે મંગળવારના દિવસે ૪૬૫ પોઇન્ટ ઉછળીને ૩૬૩૧૮ની સપાટીએ બંધ રહ્યો હતો.
જ્યારે નિફ્ટી ૧૫૯ પોઇન્ટ ઉછળીને ૧૦૮૮૭ની સપાટીએ રહ્યો હતો. એફપીઆઈએ ૨૦૧૮માં ૮૩૦૦૦ કરોડ રૂપિયા પાછા ખેંચી લીધા હતા. જ્યારે ૨૦૧૭માં રેકોર્ડ બે લાખ કરોડ રૂપિયા ઠાલવવામાં આવ્યા હતા. જુદા જુદા કારણો આના માટે જવાબદાર રહ્યા હતા. ૨૦૧૮ પહેલા એફપીઆઈ દ્વારા સતત છ વર્ષમાં ઇÂક્વટીમાં ખરીદી કરવામાં આવી હતી.આ વખતે નાણાં પરત ખેંચવામાં આવ્યા હતા.
૨૦૧૧માં ભારતીય શેરબજારમાંથી એફપીઆઈએ નાણાં પરત ખેંચ્યા હતા. તે પહેલા ૨૦૦૮માં પણ વેચવાલીનો માહોલ રહ્યો હતો. ૨૦૧૮માં એફપીઆઈ શરૂઆતના ગાળામાં નાણાં ઠાલવ્યા હતા પરંતુ વૈશ્વિક બજારમાં નબળી સ્થિતિ અને ઇÂક્વટી મૂડીરોકાણ ઉપર લોંગ ટર્મ કેપિટલ ગેઇન ટેક્સના પરિણામ સ્વરુપે નાણાં પરત ખેંચવાની શરૂઆત થઇ હતી. માર્ચ મહિનામાં ટુંકી રિકવરી થયા બાદ આ વર્ષના મોટાભાગના ગાળામાં વેચવાલી રહી હતી. વર્ષ ૨૦૧૮માં બીએસઈ લિસ્ટેડ કંપનીઓની માર્કેટ મૂડી ઘટીને ૧૪૪૪૮૪૬૫.૬૯ કરોડ થઇ ગઇ હતી. માર્કેટ મૂડીમાં ૭૨૫૪૦૧.૩૧ કરોડનો ઘટાડો થયો હતો. સેંસેક્સમાં વર્ષ ૨૦૧૮માં ૫.૯૧ ટકાનો ઉછાળો આવ્યો હતો. જ્યારે સેંસેક્સમાં ૫.૯૧ ટકાનો સુધારો આવ્યો હતો જ્યારે નિફ્ટીમાં ૩.૧૫ ટકાનો ઉછાળો રહ્યો હતો. સેક્ટરલ ઇન્ડેક્સમાં નિફ્ટી બેંક ઇન્ડેક્સમાં આ વર્ષ દરમિયાન ૬.૩૫ ટકાનો ઉછાળો આવ્યો હતો. બ્રોડર માર્કેટમાં મિડકેપ ઇન્ડેક્સમાં ૧૩.૩૮ ટકાનો ઘટાડો રહ્યો હતો.