કેન્દ્રિય નાણાં અને કોર્પોરેટ સંબંધિત બાબતોનાં મંત્રી શ્રી અરુણ જેટલીએ આજે સંસદમાં આર્થિક સમીક્ષા ૨૦૧૭-૧૮ પ્રસ્તુત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, ૨૦૧૭-૧૮ દરમિયાન દેશમાં ફુગાવા કે મોંઘવારીનો દર મધ્યમ રહ્યો છે. ઉપભોક્તા મૂલ્ય સૂચકાંક (સીપીઆઈ) પર આધારિત મોંઘવારીનો દર ૩.૩ ટકા રહ્યો, જે છેલ્લાં છ વર્ષોમાં સૌથી ઓછો છે.
આર્થિક સર્વેક્ષણ મુજબ, હાઉસિંગ, ઇંધણ અને વિજળીને છોડીને તમામ મોટા કોમોડિટી ક્ષેત્રોમાં મોંઘવારીનાં દરમાં આ ઘટાડો નોંધવામાં આવ્યો છે. નવેમ્બર, ૨૦૧૬થી ઓક્ટોબર,૨૦૧૭ એટલે સંપૂર્ણ ૧૨ મહિના દરમિયાન મોંઘવારીનો મુખ્ય દર ચાર ટકાથી નીચે નોંધવામાં આવ્યો. જ્યારે ચાલુ નાણાકીય વર્ષ એપ્રિલથી ડિસેમ્બર દરમિયાન ઉપભોક્તા મૂલ્ય સૂચકાંક સરેરાશ એક ટકા હતો.