અમદાવાદ :એચડીએફસી બેંક લિમિટેડ દ્વારા રકતદાન એકત્ર કરવાનો અનોખો વિક્રમ કર્યો છે. જે મુજબ, એચડીએફસી બેંક લિમિટેડ દ્વારા પરિવર્તન રકતદાન ઝુંબેશ અંતર્ગત ૧૨ લાખથી વધુ બોટલ રકત એકત્ર કરવામાં આવ્યું છે. એચડીએફસી બેંક દ્વારા તેની ૧૨મી નેશનલ રક્તદાન ઝુંબેશ પૂર્ણ કરાઇ હતી. છેલ્લા ૧૨ વર્ષના સમયગાળા દરમ્યાન એચડીએફસી બેંક દ્વારા દેશના ૧૦૦થી વધુ શહેરોમાં ચાર હજાર રકતદાન શિબિરો યોજી ૧૨ લાખથી વધુ બોટલ રકત એકત્ર કરાયું હતું. ચાલુ વર્ષે ચાર હજારથી વધુ રકતદાન શિબિરો મારફતે ત્રણ લાખથી વધુ બોટલ રકત એકત્ર કરવામાં આવ્યું હતું.
એચડીએફસી બેંકના કન્ટ્રી હેડ-ઓપરેશન્સ એન્ડ ટેકનોલોજી ભાવેશ ઝવેરીએ આ રેકોર્ડબ્રેક સફળતા બદલ એચડીએફસી બેંક મેનેજમેન્ટ ટીમ, સમગ્ર ટીમ અને રકતદાતાઓનો વિશેષ આભાર માન્યો હતો. એચડીએફસી બેંકના કન્ટ્રી હેડ-ઓપરેશન્સ એન્ડ ટેકનોલોજી ભાવેશ ઝવેરીએ વધુમાં જણાવ્યું હતું કે, ચાલુ વર્ષે બેંક દ્વારા ભારતનાં ૧૦૦થી વધુ વિવિધ શહેરોમાં યોજાયેલી અંદાજે ૪,૦૦૦ રક્તદાન શિબિરોમાં ૧૮ થી ૬૫ વર્ષના વય જૂથના લોકોએ ભાગ લીધો હતો અને તેના પરિણામે ૩ લાખ યુનિટથી વધુ રક્ત એકત્ર થઈ શક્યું હતું. આ રક્તદાન ઝૂંબેશ એ એચડીએફસી બેંકના તમામ વિકાસલક્ષી કાર્યક્રમો જેનાના નેજા હેઠળ યોજાય છે. તે હેશપરિવર્તનપહેલ હેઠળ હાથ ધરાતી કોર્પોરેટ સામાજીક જવાબદારી પ્રવૃત્તિનો એક હિસ્સો છે.
એચડીએફસી બેંકે તેની વાર્ષિક રક્તદાન ઝૂંબેશનો પ્રારંભ વર્ષ ૨૦૦૭માં ટ્રાન્સફયુઝન માટે ઉપલ્બ્ધ સલામત રક્તની અછત નિવારવા માટે કર્યો હતો. તા.૭ ડિસેમ્બરના રોજ મુંબઈ ખાતે યોજાયેલા સમારંભમાં એચડીએફસી બેંકના કન્ટ્રી હેડ-ઓપરેશન્સ એન્ડ ટેકનોલોજી ભાવેશ ઝવેરીએ બેંકની સિનિયર મેનેજમેન્ટ ટીમના અન્ય સભ્યોની હાજરીમાં બેંકની દેશવ્યાપી રક્તદાન ઝૂંબેશની ૧૨મી એડીશનનો પ્રારંભ કર્યો હતો. આ પ્રસંગે બેંકે છેલ્લા ૪૦ વર્ષથી જીવનભર નિયમિત રક્તદાન કરનાર જ્યોતિન્દ્ર સી. મીઠાનીનું સન્માન કર્યું હતું.
તાજા સરકારી આંકડા અનુસાર ભારતમાં વર્ષ ૨૦૧૬-૧૭ માં ૧.૯ મિલિયન યુનિટ રક્તની તંગીનો સામનો કરવો પડયો હતો. જો આટલુ રક્ત ઉપલબ્ધ થઈ શક્યું હોત તો ૩,૨૦,૦૦૦ થી વધુ હાર્ટ સર્જરી અને ૪૯,૦૦૦થી વધુ અંગદાનમાં સહાય થઈ શકી હોત. બેંકે ટોચની હોસ્પિટલો અને બ્લડ બેંકો સાથે ટેકનિકલ સહાય પૂરી પાડવા જોડાણ કર્યું હતું. રક્તદાનની આ ઝુંબેશ દરમ્યાન બેંક કર્મચારીઓ, કોર્પોરેટ એક્ઝીક્યુટિવ્ઝ, કોલેજોના વિદ્યાર્થીઓ, પોલિસ તથા સંરક્ષણ ક્ષેત્રની વ્યક્તિઓ સહિત મોટી સંખ્યામાં સ્વયંસેવકો કતારબંધ ઉભા રહ્યા હતા. સૌથી પહેલાં રક્તદાન કરવામાં એચડીએફસી બેંકના સિનિયર મેનેજમેન્ટનો સમાવેશ થતો હતો.