મુંબઇ : અલગ અલગ માંગોને લઇને દેશના વાણિજ્ય પાટનગરમાં મુંબઇમા ચાલી રહેલી બેસ્ટની હડતાળ આજે પાંચમા દિવસમાં પ્રવેશી ગઇ હતી. હવે લોકોની સમસ્યા વધુને વધુ વધી રહી છે. બેસ્ટના કર્મચારીઓએ કહ્યુ છે કે જ્યાં સુધી તેમની માંગ પૂર્ણ કરવામાં આવશે નહીં ત્યાં સુધી હડતાળ જારી રહેશે. બીજી બાજુ બેસ્ટની હડતાળ બાદ સ્કુલ બસ ઓનર્સ એસોસિએશન દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે કુલ ૨૦૦૦ ખાનગી બસ મુંબઇમાં યાત્રીઓને સેવા આપી રહી છે. ૧૦૦૦ સ્કુલી બસ અને ૧૦૦૦ ખાનગી બસ બેસ્ટની હડતાળના કારણે યાત્રીઓની સુવિધા માટે આપવામાં આવી છે. જેથી લોકોને રાહત થઇ છે.
આજે પાંચમા દિવસે બેસ્ટની હડતાળના કારણે સેવા ખોરવાઇ ગઇ હતી. લાખો લોકો જુદી જુદી જગ્યાએ અટવાઇ પડ્યા હતા. બેસ્ટની હડતાળના કારણે ૨૫ લાખ લોકોને મુશ્કેલી પડી હતી. લાખો યાત્રીઓ અંધાધૂંધીમાં દેખાયા હતા. છત્રપતિ શિવાજી રેલવે ટર્મિનસ ખાતે યાત્રીઓને બસ શોધવા માટે ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. હડતાળના કારણે માર્ગો પર સવારમાં જારદાર સન્નાટો જાવા મળ્યો હતો. કેટલાક લોકો બસ સ્ટોપ પર રાહ જોતા નજરે પડ્યા હતા. બેસ્ટ કર્મચારીઓની કેટલીક માંગ રહેલી છે. તેમની મુખ્ય માંગ બેસ્ટ બજેટને બીએમસીના મુળ બજેટમાં સામેલ કરવા માટેની રહેલી છે.
આ ઉપરાંત કર્મચારી સેવા આવાસ અને ભરતીને લઇને પણ કેટલીક માંગ કરવામાં આવી ચુકી છે., આજે સંબંધમાં એક્શન કમિટિની બેઠક પણ મળી હતી. તે પહેલા રવિવારના દિવસે બેસ્ટ પરિવહનના કર્મચારીઓની બેઠક મળી હતી. જેમાં મંગળવારના દિવસે હડતાળ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. પ્રાપ્ત માહિતી મુજબ લાખો લોકોને મુશ્કેલી પડી રહી છે. બેસ્ટના પ્રવકતાએ માહિતી આપતા કહ્યુ હતુ કે ૨૭ ડેપોમાં ૧૮૧૨ બસ મો‹નગ સેવા માટે મુકવામાં આવી હતી. જા કે એક પણ બસ ડેપોમાંથી બહાર નિકળી શકી નથી. તે પહેલા બેસ્ટના અધિકારીઓએ નિવેદન જારી કરીને સાતમી જાન્યુઆરીના દિવસથી કોઇને રજા ન આપવાનો આદેશ કરવામાં આવ્યો હતો. પત્રમાં કહેવામાં આવ્યુ છે કે મહારાષ્ટ્ર સરકારે બેસ્ટની બે સર્વિસને એસ્મા હેઠળ સામેલ કરી છે.