નવી દિલ્હી :દિલ્હીના પૂર્વ મુખ્યપ્રધાન શીલા દીક્ષિતે એવા અહેવાલોને રદિયે આપ્યો છે કે કોંગ્રેસ પાર્ટી આમ આદમી પાર્ટી સાથે જોડાણ કરવા માટે ઇચ્છુક છે. દિલ્હી કોંગ્રેસ વડા શીલા દીક્ષિતે આ અંગે મોટુ નિવેદન કરીને તમામને ચોંકાવી દીધા છે. શીલાએ ઇન્કાર કર્યો હોવા છતાં કોંગ્રેસ પાર્ટીના કેટલાક લોકો આમ આદમી પાર્ટી સાથે ગઠબંધન કરવામાં આવે તેવી ઇચ્છા રાખે છે. શીલાના નિવેદનથી ભાજપને ચોક્કસપણે મોટી રાહત થઇ ગઇ છે. એક અંગ્રણી અગ્રેજી અખબારને આપેલી મુલાકાતમાં શીલા દીક્ષિતે કહ્યુ છે કે અમે આમ આદમી પાર્ટી સાથે જાડાણ કરવા માટે કોઇ કિંમતે તૈયાર નથી.
શીલા દીક્ષિતે કહ્યુ હતુ કે જો તેમના તરફથી કોઇ હેવાલને ખોટી રીતે રજૂ કરવામાં આવ્યા છે તો તેઓ એમ સ્પષ્ટ પણે કહેશે કે અમારી પાર્ટી આમ આદમી પાર્ટી સાથે જાડાણ કરનાર નથી. શીલાએ કહ્યુ હતુ કે આપની સાથે કોઇ વિકલ્પ પર અમે વિચારણા કરી રહ્યા નથી. વિજય ગોયલે શીલાએ હોદ્દા સંભાળી લીધા બાદ કહ્યુ હતુ કે શીલા દીક્ષિતને તેમના તરફથી અભિનંદન છે.
તમામ લોકો સારી રીતે જાણે છે કે જ્યારે શીલા દીક્ષિત દિલ્હીના મુખ્યપ્રધાન તરીકે હતા ત્યારે આમ આદમી પાર્ટીના નેતા અરવિન્દ કેજરીવાલે તેમની સામે ગંભીર પ્રકારના આરોપો કર્યા હતા. પંજાબના મુખ્યપ્રધાન અમરિન્દર સિંહ પણ કેજરીવાલની પાર્ટી સાથે કોઇ પણ પ્રકારની સમજુતી કરવાનો ઇન્કાર કર્યો છે.