મુંબઇ : મોડલિંગની દુનિયાથી લઇને હિન્દી ફિલ્મોસુધી તમામને પ્રભાવિત કરનાર મોડલ અને અભિનેત્રી ગૌહર ખાન બોલિવુડમાં ટકી રહેવા માટે તમામ પ્રયાસ કરી રહી છે. બોલિવુડમાં ચાલી રહેલી ગળા કાપ સ્પર્ધાને લઇને તે ચિંતિત નથી. સારા રોલ કરવા માટેની ઇચ્છા છે. હાલમાં ગૌહરે પોતાની કેટલક ઇચ્છા અંગે વાત કરી હતી. તે ખુબ જ આશાસ્પદ દેખાઇ રહી છે. તે પોતાની કેરિયરમાં ટીવી, થિયેટર અને ફિલ્મોમાં કામ કરી ચુકી છે. દરેક પ્રકારના રોલ પણ તે કરી રહી છે.
તે એવી અભિનેત્રીઓમાં સામેલ છે જે લીકથી હટીને રોલ કરવામાં વિશ્વાસ રાખે છે. નિર્ણય લેવામાં પણ તે અન્યો કરતા વધારે સાવધાન રહે છે. સ્વતંત્ર વિચારધારા ધરાવતી ગૌહર મહિલાઓના અસલી સશક્તિકરણમાં વિશ્વાસ રાખે છે. રોકેટ સિંહ ફિલ્મમાં કામ કર્યા બાદ મુંબઇ છોડીને થિયેટર શો જંગુરા માટે ગુડગાવ જતી રહી હતી. ત્યાં તે ત્રણ વર્ષ સુધી રહી હતી. ગૌહર લખનૌ સાથે ખાસ સંબંધ ધરાવે છે.
છેલ્લા થોડાક દિવસ પહેલા તે એક ફેશન સાથે સંંબંધિત કાર્યક્રમમાં નજરે પડી હતી. તેનુ કહેવુ છે કે ઉત્તરપ્રદેશ સાથે તેમના ખાસ સંબંધ રહેલા છે. લખનૌમાં તે નિયમિત રીતે આવતી જતી રહે છે. તે ફેશન અને કોર્પોરેટ સાથે સંબંધિત કામો માટે આવતી રહે છે. તેનુ કહેવુ છે કે તેની પાસે સારી ફિલ્મોની ઓફર આવી રહી છે. રોકેટ સિંહ, ઇશ્કજાદે, બદ્રીનાથ કી દુલ્હનિયા અને બેગમજાન જેવી ફિલ્મો કરી ચુકેલી ગૌહરે કહ્યુ છે કે બેગમજાન ફિલ્મને તે વુમન સેન્ટ્રિક તરીકે ગણતી નથી. આ ફિલ્મ ઐતિહાસિક હતી. આ ફિલ્મ કેટલીક મહિલાઓની પટકથા હતી. તેનુ કહેવુ છે કે હવે મહિલા પ્રધાન ફિલ્મો બની રહી છે. જે સારી બાબત છે.