ડોન-૩ને લઇને ટુંક સમયમાં જાહેરાત કરવામાં આવી શકે

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

મુંબઇ : ડોન-૩ ફિલ્મના સંબંધમાં ટુંક સમયમાં જ મોટી જાહેરાત કરવામાં આવનાર છે. ફિલ્મના નિર્માતા, નિર્દેશક અને અભિનેતા ફરહાન અખ્તરે ડોન-૩ ફિલ્મને લઇને મોટી જાહેરાત કરી છે. તાજેતરમા જ એક કાર્યક્રમના ભાગરૂપે પહોંચેલા ફરહાન અખ્તરે મિડિયા સાથે વાતચીત કરતા કહ્યુ હતુ કે અમે ડોન-૩ ફિલ્મ માટે કામ કરી રહ્યા છે. ટુંક સમયમા જ આને લઇને મોટી જાહેરાત કરવામાં આવી શકે છે. જો કે આ મામલે ટુંક સમયમાં જ કોઇ મોટી જાહેરાત કરવામાં આવી શકે છે.

તમામ લોકો સારી રીતે જાણે છે કે ડોન સિરિઝની ફિલ્મમાં શાહરૂખ ખાન મુખ્ય રોલ કરી રહ્યો છે. ફરહાન અખ્તર હાલમાં અન્ય બે ફિલ્મમાં કામ કરી રહ્યો છે. ફરહાન અખ્તર હાલમાં રાકેશ શર્માની બાયોપિક ફિલ્મમાં કામ કરી રહ્યો છે. ફિલ્મનુ નામ સારે જહાં સે અચ્છા રાખવામાં આવ્યુ છે. સાથે સાથે ફિલ્મ માટે શાહરૂખ ખાન પોતાનુ વજન પણ ઓછુ કરી રહ્યો છે. ફિલ્મના નિર્માણ સાથે જોડાયેલા લોકોનુ કહેવુ છે કે ફિલ્મમાં શાહરૂખ ખાન યુવા રાકેશ શર્માની ભૂમિકા અદા કરનાર છ.

ફિલ્મમાં કિંગ ખાન ૨૧ વર્ષના રાકેશ શર્માથી લઇને ૩૫ વર્ષના રાકેશ શર્માની ભૂમિકા અદા કરનાર છે. આ ફિલ્મનુ શુટિંગ પૂર્ણ કરી લેવામાં આવ્યા બાદ શાહરૂખ ખાન ડોન-૩ ફિલ્મમાં કામ કરશે. ફિલ્મમાં શાહરૂખની સાથે અભિનેત્રી કોણ રહેશે તે અંગે કોઇ નિર્ણય કરવામાં આવ્યો નથી. જો કે ફિલ્મને લઇને હાલમાં અંતિમ નિર્ણય કરવામાં આવ્યો નથી. શાહરૂખ ખાન છેલ્લે જિરો ફિલ્મમાં નજરે પડ્યો હતો. જે બોક્સ ઓફિસ પર જારદાર ફ્લોપ સાબિત થઇ હતી. શાહરૂખ ખાન પણ છેલ્લે કોઇ મોટ ફિલ્મ બોક્સ ઓફિસ પર આપી શક્યો નથી. જેથી તે રોલને લઇને સાવધાન થયો છે.  જીરો ફિલ્મ મહત્વકાંક્ષી ફિલ્મ હતી. જો કે ફિલ્મ સંપૂર્ણ પણે ફ્લોપ સાબિત થઇ ગઇ હતી.

Share This Article