સિડની : ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે આવતીકાલથી હવે ત્રણ વનડે મેચોની શ્રેણીની શરૂઆત થઇ રહી છે. જે પૈકીની પ્રથમ મેચ આવતીકાલે સિડની ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે રમાનાર છે. જા વરસાદ અને ખરાબ હવામાન વિલન નહીં બને તો મેચ ખુબ જ રોમાંચક રહેશે.સિડની વનડે મેચની સાથે સાથે નીચે મુજબ છે.
- સિડનીમાં રમાનારી પ્રથમ વનડે મેચને લઇને તમામ તૈયારી કરી લેવામાં આવી
- જો વરસાદ અને ખરાબ હવામાન વિલન નહીં બને તો મેચ ખુબ જ રોમાંચક રહેશે.
- ટીમ ઇન્ડિયામાં કેટલાક ફેરફાર કરવામાં આવી ચુક્યા છે. પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની અને રોહિત શર્માની ટીમમાં વાપસી થઇ ગઇ છે.
- શાનદાર ફોર્મમાં ચાલી રહેલા જસપ્રિત બુમરાહને ઓસ્ટ્રેલિયાની સામે વનડે શ્રેણીમાં સામેલ કરવામાં આવ્યો નથી તેને હાલમાં આરામ અપાયો છે
- ભારતે ચાર ટેસ્ટ મેચોની શ્રેણી ૨-૧થી જીતી લીધી
- ઓસ્ટ્રેલિયામાં ૭૨ વર્ષના ગાળા બાદ ભારતીય ટીમે ટેસ્ટ શ્રેણી જીતી લીધી હતી
- ઓસ્ટ્રેલિયા સામેની વનડે શ્રેણીમાં પંજાબના ઝડપી બોલર સિદ્ધાર્થ કૌલને હવે ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે
- બુમરાહની જગ્યાએ મોહમ્મદ સિરાજને સામેલ કરાયો છે.
- વર્તમાન શ્રેણીમાં ઓસ્ટ્રેલિયાની ટીમ આધારભુત બેટ્સમેન સ્ટીવ સ્મિથ અને વોર્નર વગર ઉતરી હતી
- એશિયા કપમાં ઇજાગ્રસ્ત થયા બાદ ટીમની બહાર થયેલા હાર્દિક પંડ્યા અને મોહમ્મદ સામીને પણ ફરી સામેલ કરવામાં આવ્યા છે.
- ભારતીય ટીમ જારદાર દેખાવ કરવા માટે સજ્જ છે
- મહેન્દ્ર સિંહ ધોની, રોહિત શર્મા અને અન્ય સ્ટાર ખેલાડીઓ પર નજર રહેશે
- ભારતે પ્રથમ ટેસ્ટ મેચમાં એડિલેડ ખાતે જીત મેળવી હતી. ઓસ્ટ્રેલિયાએ બીજી ટેસ્ટમાં પર્થમાં જીત મેળવી હતી જ્યારે ત્રીજી ટેસ્ટમાં મેલબોર્નમાં ભારતે જીત મેળવી હતી
- ભારતે ઓસ્ટ્રેલિયાનો ૧૨મો પ્રવાસ કરતા જીત મેળવી હતી