જયંતિ ભાનુશાળીની અંતિમ યાત્રામાં નેતાઓ પણ જોડાયા

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

અમદાવાદ : અબડાસાના ભાજપના પૂર્વ ધારાસભ્ય જયંતી ભાનુશાળીની ટ્રેનમાં ગોળી મારી ગઈકાલે હત્યા કરાઈ હતી. પોસ્ટમોર્ટમ બાદ આજે તેમની અંતિમવિધિ કરવામાં આવી હતી. અબડાસા બેઠક પરના નલીયામાં વેપારીઓએ દુકાન બંધ રાખીને શોક વ્યક્તિ કર્યો હતો. સ્વ.ભાનુશાળીની અંતિમ યાત્રામાં આજે પરિવારજનો, મિત્રવર્તુળ, સ્થાનિક નાગરિકો ઉપરાંત ભાજપના નેતાઓ પણ મોટી સંખ્યામાં જાડાયા હતા. જેમાં શક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, આર.સી.ફળદુ, ગોરધન ઝડફિયા, જગદીશ પંચાલ, મેયર બીજલબહેન પટેલ સહિતના નેતાઓ પરિવારજનોને સાંત્વના આપવા પહોંચ્યા હતા.

ઉલ્લેખનીય છે કે, એફએસએલ ડોક્ટર દ્વારા જયંતિ ભાનુશાળીનું પોસ્ટમોર્ટમ કર્યા બાદ તેમના મૃતદેહને નરોડા સ્થિત નિવાસસ્થાને લઈ જવાયો હતો. ત્યારબાદ ત્યાંથી તેમની અંતિમયાત્રા નીકળી હતી. તેમાં સામેલ થયેલી તેમની દીકરી ભારે આક્રંદ બાદ બેભાન થતાં સારવાર માટે ખસેડવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે, આજે મળનારી રાજ્ય કેબિનેટની બેઠકમાં હત્યાની ચર્ચા થશે. સિવિલ હોસ્પિટલથી ભાનુશાળીના મૃતદેહને તેમના નિવાસે લઈ જવાતા ભાજપમાંથી શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા, આર સી ફળદુ, અમદાવાદ શહેર ભાજપ પ્રમુખ જગદીશ પંચાલ અને મેયર બીજલ પટેલ સહિતના નેતાઓ અંતિમ દર્શન કરવા પહોંચ્યા હતા અને પરિવારને સાંત્વના પાઠવી હતી. આજે મુખ્યમંત્રી વિજય રૂપાણીની અધ્યક્ષતામાં કેબિનેટની બેઠક મળવાની છે.

તેમાં કચ્છના કદાવર નેતાની હત્યા તેમજ રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી હોવાને લઇ ટીકાનો જે મારો ચલાવાઈ રહ્યો છે તેની ચર્ચા થશે. અબડાસાના ભાજપના પૂર્વ ધારાસભ્ય જયંતી ભાનુશાળીની ગઇ મધરાત્રે સયાજીનગરી એક્સપ્રેસમાં હત્યા કરવામાં આવી હતી. તેઓ ભુજથી અમદાવાદ આવતા હતા તે દરમ્યાન માળિયા પાસે અજાણ્યા શખ્સોએ ફર્સ્ટ ક્લાસ એસી(એચ ૧) કોચમાં ઘુસીને તેમના પર પોઇન્ટ બ્લેન્ક રેન્જથી તેમની પર ફાયરિંગ કરતાં તેમનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. ભાનુશાળીને છાતી અને આંખમાં શૂટરોએ ગોળી મારી હતી. ભાજપના પૂર્વ ધારાસભ્ય જયંતિ ભાનુશાળીની ચાલુ ટ્રેનમાં જ હત્યાના બનાવને પગલે ભાજપ સહિત રાજયભરમાં ખળભળાટ મચી ગયો છે. માળિયા ખાતે પંચનામું કરીને મૃતદેહને અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ માટે લવાયો હતો. એફએસએલની ટીમના ડોક્ટર પોસ્ટમોર્ટમ કર્યુ તેની વીડિયોગ્રાફી પણ કરાઇ હતી. બીજીબાજુ, હત્યાની તપાસ કરવા માટે રેલવે દ્વારા સ્પેશિયલ ઈન્વેસ્ટિગેશન ટીમ(સીટ)ની રચના કરાઇ છે.

Share This Article

Fatal error: Uncaught ErrorException: md5_file(/home/khabarp/public_html/wp-content/litespeed/css/128edd1d1665e756bbd3ecead8718ee8.css.tmp): failed to open stream: No such file or directory in /home/khabarp/public_html/wp-content/plugins/litespeed-cache/src/optimizer.cls.php:151 Stack trace: #0 [internal function]: litespeed_exception_handler(2, 'md5_file(/home/...', '/home/khabarp/p...', 151, Array) #1 /home/khabarp/public_html/wp-content/plugins/litespeed-cache/src/optimizer.cls.php(151): md5_file('/home/khabarp/p...') #2 /home/khabarp/public_html/wp-content/plugins/litespeed-cache/src/optimize.cls.php(843): LiteSpeed\Optimizer->serve('https://khabarp...', 'css', true, Array) #3 /home/khabarp/public_html/wp-content/plugins/litespeed-cache/src/optimize.cls.php(334): LiteSpeed\Optimize->_build_hash_url(Array) #4 /home/khabarp/public_html/wp-content/plugins/litespeed-cache/src/optimize.cls.php(264): LiteSpeed\Optimize->_optimize() #5 /home/khabarp/public_html/wp-includes/class-wp-hook.php(324): LiteSpeed\Optimize->finalize in /home/khabarp/public_html/wp-content/plugins/litespeed-cache/src/optimizer.cls.php on line 151