અમદાવાદઃ ઉત્તરાયણના પવિત્ર તહેવારની ઉત્સાહભેર ઉજવણીની તૈયારી કરતાં આઇડિયાએ ગુજરાતમાં પોતાના ગ્રાહકો માટે #UnlimitedManjhaNiMaja પહેલ કરી છે.
આઇડિયા સમગ્ર રાજ્યના પોતાના ગ્રાહકોને આઇડિયા સ્ટોરમાં આવવા અને વધુ માંજા સાથે પતંગોના તહેવાર ઉત્તરાયણની ઉજવણી કરવા માટે આમંત્રિત કરી રહ્યું છે. 8થી 13 જાન્યુઆરી સુધી ચાલનારા આ કેમ્પેઇનમાં આઇડિયા રિટેલ સ્ટોર્સ ઉપર ફિઝિકલ ચરખી ગોઠવવામાં આવી છે. સ્ટોર્સમાં આવતા ગ્રાહકોને #UnlimitedManjhaNiMaja મેસેજ લખવા માટે પીળી પતંગ આપવામાં આવશે.
ત્યારબાદ ગ્રાહકે પતંગ સાથે ફોટો ક્લિક કરવાનો રહેશે અને ફોટાને હેઝટેગ #UnlimitedManjhaNiMaja #Uttarayan નો ઉપયોગ કરીને તેમના પોતાના સોશિયલ મીડિયા હેન્ડલ ઉપર પોસ્ટ કરવાનો રહેશે. પિક્ચર અપલોડ કર્યા બાદ ગ્રાહક એક મીનીટમાં શક્ય તેટલો માંજો એકત્ર કરી શકશે.
આ પહેલ અંગે વાત કરતાં વોડાફોન આઇડિયા લિમિટેડ ગુજરાતના બિઝનેસ હેડ અભિજીત કિશોરએ જણાવ્યું હતું કે, “સ્વતંત્રતાની બાબતને લક્ષ્યમાં રાખીને તેમજ ઉત્તરાયણના તહેવાર સાથે અમારા ગ્રાહકોના લગાવને જોતાં અમે #UnlimitedManjhaNiMaja રજૂ કરતાં ખુશી અનુભવીએ છીએ અને અમને આશા છે કે તેમનો તહેવારનો અનુભવ વધુ સારો બનશે. અમે ગ્રાહકો સાથે નિયમિત સંપર્ક અને સંવાદ દ્વારા અમારા સ્ટોર્સને કસ્ટમર એક્સપિરિયન્સ ઝોનમાં તબદીલ કરવા સતત પ્રયત્નશીલ રહીએ છીએ. તહેવારની સિઝન અમારા મૂલ્યવાન ગ્રાહકો સાથે જોડાવાની સારી તક આપે છે અને આઇડિયા ખાતે અમે મજબૂત મોબાઇલ કનેક્ટિવિટી દ્વારા અમે ગ્રાહકોને તેમનું સપનુ સાકાર કરવામાં મદદરૂપ બનવા સખત મહેનત કરીને છીએ. નવી સિઝન તથા આઇડિયા સાથે, નવી ઇનિંગ સાથે અમે અમારા તમામ ગ્રાહકોને અમારા સ્ટોર્સની મુલાકાત લેવા તથા અમારી સાથે ઉજવણી કરવા આમંત્રિત કરીએ છીએ.”