મુંબઇ : બોલિવુડની સૌથી વધારે પસંદ કરવામાં આવેલી ફ્રેન્ચાઇઝ મુન્નાભાઇ સિરિઝની નવી ફિલ્મનનુ શુટિંગ હવે શરૂ થવા જઇ રહ્યુ છે. મુન્નાભાઇ-૩ ફિલ્મને લઇને ચાહકો છેલ્લા કેટલાક સમયથી રાહ જાઇ રહ્યા હતા. હવે તેમની અટકળોનો અંત આવ્યો છે. અગાઉના બંને ભાગમાં સંજય દત્ત અને અરશદ વારસી મુખ્ય રોલમાં હતા. છેલ્લા કેટલાક સમયથી ફિલ્મની ચર્ચા ચાલી રહી હતી. એમ કહેવામાં આવ્યુ છે કે મુન્નાબાઇ-૩ ફિલ્મનુ શુટિંગ બે વર્ષ પહેલા શરૂ થનાર હતુ. જા કે કેટલાક કારણોસર શુટિંગ આગળ ચાલ્યુ ન હતુ. હવે શુટિંગ શરૂ કરાશે.
અભિનેતા અરશદ વારસીએ પોતે આ અંગેની જાહેરાત કરતા અટકળોનો અંત આવ્યો છે. ગયા વર્ષે ફિલ્મના નિર્દેશક રાજકુમાર હિરાનીએ કહ્યુ હતુ કે ફિલ્મની પટકથા તૈયાર કરી લેવામાં આવી છે. જા કે આ ફિલ્મ પહેલા સંજય દત્તની બાયોપિક ફિલ્મ બનાવવામાં આવી હતી. હવે મુન્નાભાઇ સિરિઝની ત્રીજી ફિલ્મ શરૂ થઇ રહી છે. ફિલ્મમાં સર્કિટની ભૂમિકા અરશદ વારસી અદા કરનાર છે. હાલમાં પોતાની નવી ફિલ્મ ફ્રોડ સૈયાના પ્રમોશનમાં વ્યસ્ત રહેલા અરશદ વારસીએ કહ્યુ છે કે મુન્નાભાઇ -૩ની પટકથા તૈયાર કરી લેવામાં આવી છે. ફિલ્મમાં તે પોતે અને સંજય દત્ત હોવાના હેવાલને તે સમર્થન આપી ચુક્યો છે. જા કે અન્ય કલાકારો અંગે માહિતી હોવાનો ઇન્કાર કર્યો છે. બીજી બાજુ અરશદ વારસીની નવી ફિલ્મ ફ્રોડ સૈયા ૧૮મી જાન્યુઆરીના દિવસે રજૂ કરવામાં આવનાર છે.
સંજય દત્ત હાલમાં કેટલાક પ્રોજેક્ટને લઇને વ્યસ્ત છે. તે સૌથી વધારે ફિલ્મ ધરાવે છે. તેની પાસે આશુતોષ ગોવારીકરની મોટી ફિલ્મ પણ છે. સંજય દત્ત રિયલ લાઇફમાં પોતાના નવા નવા લુકના કારણે સતત ચર્ચામાં રહે છે. મુન્નાભાઇ-૩ ફિલ્મને લઇને પણ સંજય દત્ત ભારે આશાવાદી થયેલો છે.