અમદાવાદ : સાઇકલ અગરબત્તીના પ્રણેતા અને ઉત્પાદક એવા એનઆર ગ્રુપ દ્વારા દેશ-વિદેશના લાખો ઘરોમાં સુવાસ ફેલાવતી સાઇકલ અગરબત્તીના ઉત્પાદન માટે હવે ગુજરાત રાજયના સોમનાથ મહાદેવ, અંબાજી મંદિર, ચોટીલાના ચામુંડા મંદિરમાંથી ચઢાવાયેલા ફુલો મેળવાશે. આ મંદિરોમાં ભગવાન અને માતાજીને ચઢાવાયેલા અને પછી ઉતારી દેવાયેલા ફુલોનો સદુપયોગ કરી તેમાં પ્રાર્થનાની શકિત સાથે સુવાસ અને ખાસ ઇકોફ્રેન્ડલી તત્વથી સાઇકલ અગરબત્તી તૈયાર કરવામાં આવશે એમ અત્રે સાઇકલ પ્યોર અગરબત્તીઝના એમડી અને એનઆર ગ્રુપના વડા અર્જુન રંગાએ જણાવ્યું હતું.
દેશના મૈસુર સ્થિત એનઆર ગ્રુપ દ્વારા નિર્મિત અને ભારતમાં લાખો ઘરોમાં સૌથી વધુ પસંદગી પામતી સાઈકલ બ્રાન્ડ સાઈકલ પ્યોર અગરબત્તીઝ દ્વારા પ્યોર ફ્રેગરન્સ ઈન્ફ્યુઝન સિસ્ટમ (પીએફઆઈએસ) સાથેની સેન્ડલમ અગરબત્તીઝ આજે ગુજરાતમાં લોન્ચ કરવામાં આવી તે પ્રસંગે અર્જુન રંગાએ આ જાણકારી આપી હતી. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, દેશમાં સૌપ્રથમવાર અમે પીએફઆઇએસ ટેકનોલોજી સાથેની સેન્ડલમ અગરબત્તી અમે લોન્ચ કરી રહ્યા છે, જે એક જ સ્ટીકમાં બે અગરબત્તી જેટલી સુવાસ ફેલાવશે. હાલ તેઓ ભારતના પ્રસિધ્ધ નાન્જુન્દેશ્વર મંદિર, ચામુંડેશ્વરી મંદિર અને શ્રી લક્ષ્મી વેંકટરામનસ્વામી મંદિર, મૈસુરમાં ચઢાવાતા ફૂલોનો ઉપયોગ આ અગરબત્તીઓમાં થઇ રહ્યો છે.
હવે નજીકના ભવિષ્યમાં અમે સોમનાથ મંદિર, પ્રભાસપાટણ, શ્રી ચામુંડા મંદિર-ચોટિલા તાલુકા અને અંબાજી મંદિર-બનાસકાંઠા જિલ્લો, ગુજરાતમાંથી પણ અમે ફૂલો મેળવવાનું આયોજન કરી રહ્યા છીએ. ટૂંક સમયમાં જ ગુજરાતના આ મંદિરોમાંથી અમે ફુલો લઇ તેના મારફતે સુવાસિત ઉપરોકત અગરબત્તીનું ઉત્પાદન કરીશું. સાઇકલ પ્યોર અગરબત્તીઝના એમડી અર્જુન રંગાએ ઉમેર્યું હતું કે, સામાન્ય રીતે ભગવાન કે માતાજીને મંદિરોમાં ચઢાવાયેલા ફુલો ઉતારી લીધા બાદ જળાશયોમાં પધરાવી દેવાતા હોય છે અથવા તો ગમે ત્યાં ફેંકી તેનો નિકાલ કરાતો હોય છે પરંતુ અમે આ ફુલો મંદિરોમાંથી જ સીધા અમારી ફેકટરી પર લાવી તેને અલગ કરી તેને દળી ભૂકો કરી તેમાંથી પવિત્રતા અને પ્રાર્થનાની શકિતભરી અગરબત્તીઓ ઉત્પાદિત કરવાનું આયોજન ધરાવીએ છીએ. પીએફઆઈએસ એક પેટન્ટેડ ટેકનોલોજી છે જે માર્કેટ લીડર સાઈકલ પ્યોર અગરબત્તીઝ દ્વારા રજૂ થઈ છે અને તે પ્રથમવાર સેન્ડલમ અગરબત્તીઝ સાથે માર્કેટમાં આવી છે. આ ઈનોવેશન નોંધપાત્ર રીતે અગરબત્તીની પ્રત્યેક સ્ટીકમાં સુગંધ આપવાની ક્ષમતાને વધારે છે. આ ઈનોવેશન્સથી અમને વિશ્વાસ છે કે અમારી પ્રોડક્ટ અમારા ગ્રાહકો માટે સુગંધી વાતાવરણ સર્જશે અને પવિત્રતાનો અનુભવ વધારશે.