લોકસભાની ચૂંટણીને લઇને તમામ રાજકીય પક્ષો પોત પોતાની તૈયારીમાં લાગી ગયા છે. દરેક રાજ્યમાં રાજકીય પાસા ગોઠવી દેવામાં તમામ રાજકીય પક્ષો વ્યસ્ત છે. એકબીજાને પછડાટ આપવા માટે નવા સંબંધો બની રહ્યા છે અને બગડી રહ્યા છે. ઉત્તરપ્રદેશ બાદ બિહારની પણ લોકસભાની ચૂંટણીમાં નિર્ણાયક ભૂમિકા રહેનાર છે. બિહારની રાજનીતિમાં આ વખતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને બિહારના મુખ્યપ્રધાન નીતીશ કુમારન જાડી એક સાથે દેખાઇ રહી છે. આવી સ્થિતીમાં આ જાડી કેટલી બેઠકો જીતી શકે છે તે બાબત પર ગણતરીનો દોર શરૂ થઇ ગયો છે.
લોકસભાની ચૂંટણી નીતીશ કુમાર અને નરેન્દ્ર મોદીની પાર્ટી જેડીયુ અને ભાજપના સંબંધોની વય પણ નક્કી કરનાર છે. સાથે સાથે લોકસભાની ચૂંટણી આ વખતે પ્રથમ વખત આરજેડીના શક્તિશાળી નેતા લાલુ યાદવ વગર યોજાઇ રહી છે. જેથી લાલુના લાલ તેજસ્વીની પણ કસોટી થનાર છે. બિહારમાં બદલાયેલા સંબંધોના હાથમાં કેન્દ્રમાં સરકારની ચાવી રહેલી છે. એકબાજુ લાલુ યાદવના બંને પુત્રો તેજસ્વી અને તેજ પ્રતાપની સામે પોતે લડીને રાજકીય દાવપેચ શિખવાનો સમય છે. આ બંને નવા ચહેરા તરીકે ઉભરી રહ્યા છે. આ ચૂંટણી તેમના માટે મોટા પડકાર તરીકે છે. તેમની કસોટી પણ થનાર છે. વારંવાર નવા સમીકરણ વચ્ચે સરકાર બનાવતા રહેલા નીતીશ કુમારની પાર્ટીની કોઇ નક્કી વોટબેંક નથી.
માનવામાં આવે છે કે નીતીશ કુમાર એકલા હાથે તો જીતી શકે તેવ સ્થિતીમાં નથી. તેમને આરજેડી અને ભાજપ પૈકી કોઇ એક પાર્ટીની સાથે રહેવાની સ્થિતીમાં ફ્લોટિંગ લાભ મળી જાય છે. આરજેડીની ફોર્મ્યુલા તો મુસ્લિમ અને યાદવ વોટબેકના આધાર પર આગળ વધે છે. ભાજપને સવર્ણો, કેટલીક પછાત જાતિના મત મળે છે. કોંગ્રેસને જુના મુસ્લિમ મત મળે છે. એલજેપી અને અન્ય નાના પક્ષો નાના નાના વિસ્તારોમાં પોતાના આધાર ધરાવે છે. બિહારમાં રાજકીય સંબંધો હવે બિલકુલ બદલાઇ ગયા છે. મોદીને રોકવા માટે એકબાજુ પડોશી રાજ્ય ઉત્તરપ્રદેશમાં જુની દુશ્મનાવટને ભુલીને બુઆ અને બબુઆ એક સાથે આવી ગયા છે. પરંતુ બિહારમાં ક્યારે એવા ઇરાદા સાથે એક થયેલા ચાચા ભત્રીજા હવે પરસ્પર દુશ્મન તરીકે છે. ચાચા નીતીશ કુમારની સરકારમાં નાયબ મુખ્યપ્રધાન તરીકે રહી ચુકેલા તેજસ્વી હવે અહીં વિપક્ષી ગઠબંધનના કેન્દ્ર તરીકે છે.
છેલ્લી સામાન્ય ચૂંટણીમાં તો નરેન્દ્ર મોદીને વડાપ્રધાન પદના ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા બાદ નીતીશ કુમાર લાલઘુમ થયા હતા. અને એનડીએ સાથે છેડો ફાડી લીધો હતો. નીતીશ કુમારે એ વખતે એનડીએ સાથે તેમના ૧૭ વર્ષ જુના સંબંધોને તોડી દીધા હતા. પરંતુ હવે તેઓ ફરી એનડીએ ગઠબંધનમાં આવી ગયા છે. બંને પાર્ટી આ વખતે લોકસભાની ચૂંટણીમાં ૧૭-૧૭ સીટો સાથે લોકસભા ચૂંટણીમાં મેદાનમાં ઉતરનાર છે. તમામ બાબતો એટલી ઝડપથી બદલાઇ ગઇ હતી જાણે પહેલાથી જ તમામ નિતી નક્કી કરવામાં આવી ચુકી હતી. છેલ્લી ચૂંટણીમાં મોદી લહેરના કારણે તમામ પાર્ટીનો સફાયો થઇ ગયો હતો. લાલુ અને નીતીશ તમામ ફેંકાઇ ગયા હતા. જા કે વર્ષ ૨૦૧૫માં વિધાનસભાની ચૂંટણીમાં પ્રતિષ્ઠા બચાવવા માટે લાલુ એ નીતીશ કુમાર ભેગા થઇ ગયા હતા અને મહાગઠબંધનની રચના કરવામાં આવી હતી. આમાં તેમને સફળતા મળી હતી.
નીતીશ કુમાર મુખ્યપ્રધાન બન્યા હતા અને તેજસ્વી નાયબ મુખ્યપ્રધાન બન્યા હતા. થોડાક સમયમાં તે ગઠબંધનમાં તિરાડો પડવાની શરૂઆત થઇ ગઇ હતી. આખરે ૨૬મી જુલાઇ ૨૦૧૭ના દિવસે નીતીશ કુમારે અંતરઆત્માના અવાજના સહારે રાજીનામુ આપી દીધુ હતુ. વર્ષ ૧૯૭૪માં જયપ્રકાશ આંદોલનના ગાળા દરમિયાન રાજકીય કેરિયર એક સાથે શરૂ કરનાર નીતીશ કુમાર અને લાલુ ફરી અલગ થઇ ગયા હતા. તમામ બાબતો એટલી ઝડપથી બની હતી કે જાણે તમામ બાબતો પહેલાથી જ નક્કી થઇ હતી. ભાજપે તરત જ ટેકો આપવાની જાહેરાત કરી હતી અને નીતીશ કુમાર તરત જ કલાકોના ગાળામાં જ મુખ્યપ્રધાન બની ગયા હતા. ભાજપ તેમના સાથી પક્ષ તરીકે રહેતા નવી ગણતરી શરૂ થઇ હતી. આરજેડી દ્વારા અંતરઆત્માના નીતીશ કુમારના નિર્ણયની જારદાર ટિકા કરી હતી અને કહ્યુ હતુ કે આ નિર્ણય લોકોની સાથે વિશ્વાસ ઘાત સમાન છે. લાલુ યાદવે આમાં પણ તક ઝડપી લેવાના પ્રયાસ કર્યા હતા. લાલુએ તરત જ તેમના પુત્ર તેજસ્વીને નવા ચહેરા તરીકે જાહેર કરી દીધા હતા. બંને પુત્રો હવે રાજનીતિમાં સક્રિય થઇ ગયા છે. બંનેની કસોટી આ લોકસભા ચૂંટણીમાં થનાર છે. ગઠબંધન તુટી ગયા બાદ કોંગ્રેસની હાલત વધારે ખરાબ થઇ હતી. કોંગ્રેસના કેટલાક નેતા નીતીશ કુમારની પાર્ટીમાં આવી ગયા હતા. કોઇ સમય પટણાથી દિલ્હી સુધી મહત્વ ધરાવનાર શરદ યાદવે પાર્ટી સાથે છેડો ફાડી લીધો હતો. અટલ સરકારમાં કોઇ સમય દિગ્ગજ નેતા રહેલા યશવંત સિંહા ભાજપથી અલગ જતા રહ્યા છે. શત્રુÎન સિંહા ભાજપમાં રહીને ભાજપને જ તેમના તીરથી હજુ ઘાયલ કરી રહ્યા છે.