શેઓમી આ વર્ષે સેમસંગને પાછળ મૂકી મોબાઈલ માર્કેટમાં ધૂમ મચાવી રહી છે ત્યારે શેઓમી દ્વારા Mi Mix 2 આ વર્ષે લોન્ચ થયો હતો જેને માર્કેટમાં ખુબજ સરસ પ્રતિસાદ મળ્યો હતો. તેને ડિઝાઇન અને ફૂલ સ્ક્રીન તો બોડી રેશિયો ખુબ પ્રચલિત થયો હતો. તે ઉપરાંત 6 જીબી રેમ ફોન ને ખુબજ સ્મૂધ અને પાવરફુલ બનાવે છે.
6 ઇંચ ની OLED ડિસ્પ્લે સાથે આ ફોન ડિઝાઇનમાં એકમાત્ર ફેરફાર કરવામાં આવ્યો છે. Mi Mix 2 માં જે કેમેરો નીચેની તરફ આપવામાં આવ્યો હતો તેને આ ફોનમાં ઉપરની તરફ રાખવામાં આવ્યો છે જેથી સેલ્ફી લેવી વધુ સરળ બને છે અને બોટમની બેઝલ પ પહેલા કરતા વધુ નાની અને આકર્ષક દેખાય છે.
આ ફોનની અંદાજિદ કિંમત નિષ્ણાતો દ્વારા 32000 રૂપિયા આંકવામાં આવી છે અને MWC 2018 માં અથવા પહેલા લોન્ચ કરવામાં આવે તેવી સંભાવના છે. આ ફોનની ડિઝાઇન આઈફોન X ની બિઝલ લેસ ડિઝાઇનને મળતી આવે છે અને ગ્રાહકોમાં આકર્ષક કિંમત અને ફીચર્સ ના કારણે સારી એવી સફળતા મેળવે તેવું માનવામાં આવે છે.