લખનૌ : વિરોધ પક્ષો તરફથી આક્ષેપબાજી કરવામાં આવ્યા બાદ સીબીઆઈએ ઉત્તરપ્રદેશમાં ગેરકાયદે માઇનિંગ કેસના સંદર્ભમાં વિસ્તારપૂર્વક માહિતી આપી હતી અને કહ્યું હતું કે, તત્કાલિન મુખ્યમંત્રી અખિલેશ યાદવે એક જ દિવસમાં ૧૩ માઇનિંગ પટ્ટાને લીલીઝંડી આપી હતી. અધિકારીઓના કહેવા મુજબ અખિલેશ યાદવની ઓફિસે એક જ દિવસમાં ૧૩ પ્રોજેક્ટોને લીલીઝંડી આપી દીધી હતી. એજન્સીનું કહેવું છે કે, અખિલેશ યાદવે થોડાક સમય સુધી માઇનિંગ ખાતુ પણ પોતાની પાસે રાખી ચુક્યા છે. અખિલેશે ૧૪ પટ્ટાને મંજુરી આપી હતી જે પૈકી ૧૩ પટ્ટાને ૧૭મી ફેબ્રુઆરી ૨૦૧૩ના દિવસે એક જ દિવસે મંજુરી અપાઈ હતી. ઇ-ટેન્ડરિંગ પ્રક્રિયાનો ભંગ કરીને આ મંજરી આપવામાં આવી હતી.
સીબીઆઈએ દાવો કર્યો છે કે, ૧૭મી ફેબ્રુઆરીના દિવસે હમીરપુરના જિલ્લા મેજિસ્ટ્રેટ બી ચંદ્રકલા દ્વારા ૧૭ પટ્ટાઓને મંજુરી આપવામાં આવી હતી. ૨૦૧૨ ઇ-ટેન્ડરિંગ પોલિસીના ભંગમાં તત્કાલિન મુખ્યમંત્રી તરફથી મંજુરી મળ્યા બાદ ચંદ્રકલાએ ૧૭ પટ્ટાઓને મંજુરી આપી હતી. %8