નવી દિલ્હી : વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં એનડીએ સરકાર ટુંક સમયમાં જ ખેડુતો માટે રાહત પેકજ સહિતના કોઇ મોટા પ્લાનની જાહેરાત કરી શકે છે. આગામી બે સપ્તાહમાં કેબિનેટ આ મામલે નિર્ણય લઇ શકે છે. સરકારમાં રહેલા ઉચ્ચસ્તરીય સુત્રોએ માહિતી આપતા કહ્યુ છે કે સરકાર દરેક યોગ્ય ખેડુતના ખાતામાં સીધી રીતે ૧૦૦૦૦ રૂપિયા નાંખવા માટેની યોજના પર કામ કરી રહી છે. આ રૂપિયાની ફાળવણી બિયા, ખાતર અને કૃષિ સામગ્રી ખરીદવા માટે આપવામાં આવનાર છે.
આ ઓરિસ્સા સરકારના મોડલ તરીકે છે. પીએમઓ દ્વારા આને ગંભીરતાથી લેવા માટે પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. આને લઇને સતત નાણાં અને કૃષિ મંત્રાલય સાથે વાતચીત કરવામાં આવી રહી છે. ઓરિસ્સામાં દરેક ખેડુતના ખાતામાં દર વર્ષે ૧૦૦૦૦ રૂપિયા ટ્રાન્સફર કરવામાં આવે છે. આના કારણે આશરે ૧.૪ લાખ કરોડ રૂપિયાનો ખર્ચ આવે છે. અલબત્ત રાજ્ય સ્તર પર કેટલાક પડકારોનો સામનો પણ કરવો પડે છે.
સરકાર દ્વારા લાગુ કરવામાં આવનાર આ સ્કીમમાં જમીનવગરના ખેડુતોને સામેલ કરવામાં આવનાર નથી. કારણ કે તેમના પર કોઇ બોજ હોતો નથી.પીએમઓ બ્રાન્ડ ન્ય રૂલ પર વિચારણામાં વ્યસ્ત છે. આના માટે રાજય સરકારો અને કેન્દ્રિય મંત્રાલયો પાસેથી આંકડાન માંગ કરવામાં આવી ચુકી છે. બીજા વિકલ્પ તરીકે મોદી સરકારની નજર તેલંગણા મોડલ પર છે. જેના ભાગરૂપે ખેડુતને એક એકર પર ૪૦૦૦ રૂપિયા વર્ષમાં બે વખત આપવામાં આવે છે. અલબત્ત સમગ્ર ભારતમાં આ સ્કીમને અમલી કરવા માટે વાસ્તવિક જમીનધારકોની ઓળખ કરવી એક મોટી બાબત છે. મોદી સરકાર લોકસભા પહેલા ખેડુતોની નારાજગી દુર કરવા ઇચ્છુક છે.