નવી દિલ્હી : રાફેલ ડિલને લઇને ભારે ઘમસાણની સ્થિતિ રહેલી છે. સંરક્ષણમંત્રી નિર્મલા સીતારામનના જવાબ બાદ કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીએ બે-ત્રણ મિનિટમાં સ્પષ્ટીકરણ આપ્યું હતું અને ફરીએકવાર સરકાર પર પ્રહાર કર્યા હતા. ગાંધીએ કહ્યું હતું કે, મેક્રો સાથેની વાતચીત દરમિયાન તેઓએ રાફેલ ડિલમાં કિંમતના મામલામાં કોઇ ગુપ્તતા છે કે કેમ તેવો પ્રશ્ન કર્યો હતો. તેમને જાણીને આશ્ચર્ય થયું હતું કે, જે પૈસા ભારતની પ્રજાના છે તેના સંદર્ભમાં પ્રજાને માહિતી આપવામાં આવી રહી છે. મેક્રોએ એ વખતે કહ્યું હતું કે, કિંમત ગુપ્તતાની હદમાં આવતી નથી. આવી જ રીતે ઓલાંદે કહ્યું હતું કે, અનિલ અંબાણીના નામનો ઉલ્લેખ ભારતના વડાપ્રધાન તરફથી તેમની સમક્ષ કરવામાં આવ્યો હતો.
ઓલાંદનું આ નિવેદન ખાતરી આપે છે કે, ભારતના વડાપ્રધાને એક ખાનગી કંપનીને લાભ પહોંચાડ્યો છે. તેમની સલાહ છે કે, વડાપ્રધાન મોદીએ ઓલાંદને ફોન મિલાવીને પ્રશ્ન કરવો જોઇએ કે તેવો આવી વાત કેમ કરી રહ્યા છે. રાહુલે કહ્યું હતું કે, તેઓ સંરક્ષણમંત્રી પર આક્ષેપો કરી રહ્યા નથી. તાજેતર ઉપર આરોપ કરી રહ્યા નથી. તેવો વડાપ્રધાન પર આરોપ મુકી રહ્યા છે. વડાપ્રધાન આમા સીધીરીતે સામેલ છે. સંરક્ષણમંત્રી અઢી કલાક નિવેદન કર્યું છે. અનિલ અંબાણીને ઓફસેટ કોન્ટ્રાક્ટ મળ્યો છે. સંરક્ષણમંત્રીએ એક પણ વખત આ નામનો ઉલ્લેખ કર્યો નથી. અનિલ અંબાણીને કોન્ટ્રાક્ટ કોણે અપાવ્યો, આ નિર્ણય કોણે કર્યો તે અંગે કોઇ માહિતી આપી નથી.
સીતારામને કહ્યું હતું કે, જુના કોન્ટ્રાક્ટને બદલીને નવો કોન્ટ્રાક્ટ તૈયાર કરાયો હતો. નવા કોન્ટ્રાક્ટમાં એચએએલને દૂર કરીને અનિલ અંબાણીને લાવવામાં આવ્યા છે. એએને લાવનાર કોણ છે. જો પડોશી એટલા ખતરનાક છે તો ૧૨૬ની જગ્યાએ ૩૬ રાફેલ વિમાન જ કેમ. ૧૨૬ કેમ નહીં. વડાપ્રધાને સંરક્ષણ મંત્રાલયને બાયપાસ કરીને જાહેરાત કેમ કરી હતી.