મુંબઇ : શેરબજારમાં આજે સવારમાં પણ રેંજ આધારિત કારોબાર થયો હતો. છેલ્લા સમાચાર મળ્યા ત્યારે સેંસેક્સ ૯૫ પોઇન્ટ ઘટીને ૩૫૭૯૬ની નીચી સપાટી પર રહ્યો હતો. જ્યારે નિફ્ટી ૨૫ પોઇન્ટ ઘટીને ૧૦૭૬૭ની ઉંચી સપાટી પર રહ્યો હતો. ડોલરની સામે રૂપિયામાં સવારમાં ૧૧ પૈસાનો ઘટાડો થયો હતો. આની સાથે જ તેની સપાટી ૭૦.૨૯ રહી હતી. બુધવારના દિવસે ડોલરની સામે રૂપિયામાં ૭૫ પૈસાનો ઘટાડો થયો હતો. વર્ષ ૨૦૧૮માં બીએસઈ લિસ્ટેડ કંપનીઓની માર્કેટ મૂડી ઘટીને ૧૪૪૪૮૪૬૫.૬૯ કરોડ થઇ ગઇ હતી. માર્કેટ મૂડીમાં ૭૨૫૪૦૧.૩૧ કરોડનો ઘટાડો થયો હતો.
સેંસેક્સમાં વર્ષ ૨૦૧૮માં ૫.૯૧ ટકાનો ઉછાળો આવ્યો હતો. જ્યારે સેંસેક્સમાં ૫.૯૧ ટકાનો સુધારો આવ્યો હતો જ્યારે નિફ્ટીમાં ૩.૧૫ ટકાનો ઉછાળો રહ્યો હતો. સેક્ટરલ ઇન્ડેક્સમાં નિફ્ટી બેંક ઇન્ડેક્સમાં આ વર્ષ દરમિયાન ૬.૩૫ ટકાનો ઉછાળો આવ્યો હતો. બ્રોડર માર્કેટમાં બીએસઈ મિડકેપ ઇન્ડેક્સમાં ૧૩.૩૮ ટકાનો ઘટાડો રહ્યો હતો.
સ્મોલકેપ ઇન્ડેક્સમાં ૨૫.૫૩ ટકાનો ઘટાડો રહ્યો હતો. ડિસેમ્બર ત્રિમાસિક કમાણીના આંકડા આ સપ્તાહથી આવવાની શરૂઆત થનાર છે. ત્રીજી જાન્યુઆરીથી આ સિઝનની શરૂઆત થશે.શેરબજારમાં નવા વર્ષના પ્રથમ દિવસે કારોબાર દરમિયાન આજે તેજી રહેતા સારી શરૂઆત વર્ષ ૨૦૧૯ની રહી હતી. ગઇકાલે કારોબારના અંતે સેંસેક્સ ૩૬૩ પોઇન્ટ ઘટીને ૩૫૮૯૨ની નીચી સપાટીએ રહ્યો હતો. જ્યારે નિફ્ટી ઇન્ડેક્સ ૧૧૮ પોઇન્ટ ઘટીને ૧૦૭૯૩ની નીચી સપાટીએ રહ્યો હતો. સેક્ટરલ ઇન્ડેક્સમાં નિફ્ટી ઓટો ઇન્ડેક્સમાં ૩.૦૫ ટકાનો ઘટાડો થયો હતો.શેરબજારમાં હાલ પ્રવાહી સ્થિતી જારી રહે તેવી શક્યતા છે.