અમદાવાદ : ગુજરાત રાજ્યમાં વેપાર-વ્યવસાયકારોને ઇઝ ઓફ ડૂઇંગ બિઝનેસની સરળતા કરી આપીને લાયસન્સ પ્રથા દૂર કરવાનો રાજ્ય સરકારે અભિગમ અપનાવ્યો છે. તેમાં પેટ્રોલ પંપ ધારકોને લાયસન્સ રિન્યુઅલમાંથી મુકિત આપ્યા બાદ શોપ એન્ડ એસ્ટાબ્લિશમેન્ટ એકટ અન્વયે નોંધાયેલા વિવિધ એકમોને હવેથી દર વર્ષે લાયસન્સ પરવાનગી રિન્યુઅલ કરવાને બદલે વન ટાઇમ ફી ભરીને પરવાનગી ચાલુ રાખી શકાશે. સરકારના આ મહત્વપૂર્ણ નિર્ણયને પગલે રાજયના વેપાર-વ્યવસાયકારોને બહુ મોટી રાહત થશે. મુખ્યમંત્રીએ રાજ્યમાં વેપાર-વ્યવસાયકારોને ઇઝ ઓફ ડૂઇંગ બિઝનેસની સરળતા કરી આપવા પેટ્રોલ પંપ ધારકોને લાયસન્સ રિન્યુઅલમાંથી મુકિતના નિર્ણય બાદ આ વધુ એક સૈધ્ધાંતિક નિર્ણય કર્યો છે.
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજ્યમાં શોપ એન્ડ એસ્ટાબ્લિશમેન્ટ એકટ- ગુમાસ્તા ધારા અન્વયેના એકમો માટે ઇઝ ઓફ ડૂઇંગ બિઝનેસનો અભિગમ અપનાવતાં એક મહત્વપૂર્ણ સૈધ્ધાંતિક ઐતિહાસિક નિર્ણય કર્યો છે. આ નિર્ણય અનુસાર શોપ એન્ડ એસ્ટાબ્લિશમેન્ટ એકટ અન્વયે નોંધાયેલા વિવિધ એકમોને હવેથી દર વર્ષે લાયસન્સ પરવાનગી રિન્યુઅલ કરવાને બદલે વન ટાઇમ ફી ભરીને પરવાનગી ચાલુ રાખવાની સરળતા થઇ છે.
ઇન્સ્પેકટર રાજમાંથી મુકિત અપાવતા આ નિર્ણય અનુસાર, વન ટાઇમ ફી ના ધોરણો નિયત કરવામાં આવ્યા છે. તેમાં ૧૦ કરતાં વધુ કર્મચારીઓ ધરાવતાં વાણિજ્યીક એકમ માટે રૂપિયા પ૦૦, ૧૦ કરતાં ઓછા કર્મચારીઓ હોય તેવા એકમો માટે રૂપિયા રપ૦, ૧૦ કે તેથી વધુ કામદારો-કારીગરો ધરાવતી દુકાનો માટે વન ટાઇમ ફી રૂપિયા પ૦૦ તથા ૧૦ થી ઓછી કામદાર-કારીગર સંખ્યા ધરાવતી દુકાનો માટે રૂપિયા ૨પ૦ની ફી રાખવાનું સૂચવાયું છે. વન ટાઇમ ફીના આ ધોરણોમાં રેસીડેન્શયલ હોટેલ્સ માટે રૂપિયા રપ૦૦, રેસ્ટોરન્ટ અને ખાન-પાન ગૃહો માટે રૂપિયા ૧૦૦૦, સિનેમાગૃહો તેમજ જનતા જનાર્દનના જાહેર મનોરંજન માટેના સ્થળો માટે રૂપિયા પ હજાર તેમજ જે એસ્ટાબ્લીશમેન્ટમાં કોઇ કર્મચારી ન હોય તેમને વન ટાઇમ ફી તરીકે રૂ. રપ૦ ભરવાના રહેશે.