નવી દિલ્હી : પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં નવા વર્ષના બીજા દિવસે કોઇ ફેરફાર કરવામાં આવ્યા ન હતા. બુધવારે ઓઇલ કંપનીઓ દ્વારા આ મુજબની જાહેરાત કરવામાં આવી હતી. અત્રે નોંધનીય છે કે પેટ્રોલની કિંમત પહેલાથી જ છેલ્લા એક વર્ષમાં સૌથી નીચી સપાટી પર પહોંચી ગઇ છે. જ્યારે ડીઝલની કિંમત માર્ચ ૨૦૧૮ બાદથી સૌથી નીચી સપાટી પર પહોંચી ગઇ છે. તેલ કિંમતોમાં હજુ વધુ ઘટાડો કરવામાં આવી શકે છે. કારણ કે બુધવારના દિવસે ફ્યુઅલ કિંમતમાં વધુ ઘટાડો થયો હતો. બ્રેન્ટ ક્રુડ ફ્યુચરની કિંમત બેરલદીઠ બાવન ડોલરની નીચે સપાટીએ પહોંચી છે. આગામી દિવસોમાં તેલ કિંમતોમાં વધુ ફેરફાર કરવામાં આવી શકે છે. ભાવમાં ફેરફાર કરવાનો સિલસિલો જારી રહ્યો છે. તેલ કિંમતોમાં સતત ફેરફારના કારણે લોકોમાં દુવિધા છે.
જો કે હાલમાં કિંમતો સતત ઘટી ગઇ હતી. જેના કારણે વાહન ચાલકો અને સામાન્ય લોકો હવે રાહત અનુભવી રહ્યા છે.ડોલરની સામે રૂપિયા પર જે અસર થઇ રહી છે તેના લીધે તેલ કિંમત બદલાઇ રહી છે.સતત ઘટાડાના કારણે એકબાજુ ડીઝલની કિંમત હવે ત્રણ મહિનાની નીચી સપાટી પર પહોંચી છે. આવી જ રીતે પેટ્રોલની કિંમતમાં આઠ મહિનાની નીચી સપાટી જાવા મળી રહી છે. નવા વર્ષ પહેલા વર્ષ ૨૦૧૮માં ઓક્ટોબર મહિનામાં તેલ કિંમત ઘટવાની શરૂઆત થતા પહેલા જોરદાર રીતે વધી હતી. જેના કારણે દેશભરમાં પેટ્રોલ અને ડીઝલની કિંમતને લઇને વિરોધ પ્રદર્શનની શરૂઆત થઇ હતી. આંતરરાષ્ટ્રીય તેલ કિંમતો પર સતત નજર રાખવામાં આવી રહી છે.
જેના લીધે ભાવ પર અસર થઇ છે.છેલ્લા ત્રણ મહિનામાં પેટ્રોલની કિંમતમાં લીટરદીઠ ૧૫ રૂપિયા અને ડીઝલની કિંમતમાં ૧૩ રૂપિયા સુધીનો ઘટાડો કરવામાં આવ્યો છે.ક્રુડ ઓઇલની કિંમતમાં સતત ઘટાડો થઇ રહ્યો છે. જેના કારણે તેલ કિંમતો ઘટી રહી છે. હાલમાં અમેરિકાના પ્રતિબંધના કારણે કિંમતોમાં વધારો થઇ ગયો હતો. ક્રુડ ઓઇલની કિંમતમાં ઘટાડો થતા હવે ડોલરની સામે રૂપિયામાં પણ સ્થિતી મજબુત બની શકે છે. ભારતને ક્રુડ ઓઇલની કિંમતમાં ઘટાડો થતાની સાથે ફાયદો થઇ શકે છે. જુલાઇ ૨૦૧૭ બાદથી સૌથી નીચે સપાટી પર કિંમતો પહોંચી છે. તેલ કિંમતો મંગળવારના દિવસે ઘટાડી દેવામાં આવી હતી. જો કે બુધવારે કિંમતો ફરી એકવાર યથાવત રાખવામાં આવી હતી. તેલ કિંમતોને લઇને લોકોને ભારે રાહત મળી છે.