અમદાવાદ : ફુલ ગુલાબી ઠંડી વચ્ચે અમદાવાદીઓએ વર્ષ ૨૦૧૮ને વિદાય આપીને મોજમસ્તીભર્યા માહોલ સાથે નવા વર્ષના આગમનને ધમાકેદાર ઉજવણી સાથે વધાવી લીધું હતું.વર્ષની અંતિમ રાત્રીએ ૧૨ના ટકોરે નવા વર્ષનો પ્રારંભ થતા શાનદાર આતશબાજી વચ્ચે ભારે ચીચીયારિઓ વચ્ચે લોકોએ નવા વર્ષની વધામણી કરી હતી. મોઘવારી, બેકારી, આર્થિક મંદીના માહોલને ભૂલીને ધમાકેદાર ૨૦૧૮ના અંતિમ દિવસની ઉજવણી કરી હતી. હોટલો, ક્લબોથી માડીને ફાર્મ હાઉસમાં જસ્મનો માહોલ જામ્યો હતો. ન્યૂયરની ઉજવણી કરવા સીજી રોડ, વસ્ત્રાપુર તળાવ, કાંકરિયા લેક, ફ્રન્ટ સહિત એસજી હાઈવે પર મોટી સંખ્યામાં લોકો ઊમટી પડ્યા હતા.
ઢળતી સાંજથી જ નવા વર્ષની ઉજવણી માટે ખાસ કરીને યુવાઓમાં થનગનાટ અને અનેરો ઉત્સાહ જાવા મળતો હતો. મોટાભાગની પાર્ટીઓમાં રાતના આઠ વાગ્યાનો સમય હોવા છતાંયે રાતના ૧૦ બાદ પાર્ટીઓમાં રંગત જામી હતી. હોટલ-ક્લબોમાં આ વખતે રંગબેરંગી લાઈટો, ધમાકેદાર પાર્ટીઓમાં રંગત જામી હતી. હોટલ-ક્લબોમાં આ વખતે રંગબેરંગી લાઈટો, ધમાકેદાર મ્યુઝિક, ડાન્સ વચ્ચે યુવાઓ થર્ટી ફસ્ટના આનંદમાં ડૂબી ગયા હતા. શહેરની સ્ટાર હોટલમાં એરેબિયન નાઈટ્સ, અમદાવાદ બ્લુઝ, પીંક લાઈટ, અરેબિયન નાઇટ્સ રેટ્રો જેવી થીમ આધારિત પાર્ટી થીમ રખાતા હોટલોના બોર્ડ રૂમનો આખો લુક જ બદલાયેલો જાવા મળ્યો હતો.
ખાસ કરીને યુવા કપલોએ થીમ આધારિત પાર્ટીઓની પસંદગી કરીને વર્ષની અંતિમ રાત્રીની મજા માણી હતી. આ વર્ષે હાલમાં રજૂ થયેલી લોકપ્રિય ફિલ્મના ગીતોની ધુમ વિશેષ જાવા મળી હતી. લોકપ્રિય ગીતોના ધમાકેદાર સંગીત પીરસી યુવાઓને ડાન્સ કરવા મજબૂર કરી દીધા હતા. યુવાઓ નહીં બલ્કે મોટીવયના લોકો પણ ઉજવણીમાંથી બાકત રહી શક્યા ન હતા. તેમને હોટલોમાં લાઈવ ગજલ અને ક્લાસીકલ મ્યુઝિકનો આનંદ માણીને વર્ષની આખરી રાતનો આનંદ માણ્યો હતો. હોટલો, ક્લબોમાં માત્ર ડાન્સ, મ્યુઝિક સાથે મોજમસ્તી જ નહીં બલ્કે ગાલા ડિનર પણ ગોઠવવામાં આવ્યા હતા. જેમાં લોકોએ ઇન્ટરનેશનલ ક્યુઝિન બુકે, વેઝ, નોનવેઝ સહિત કોન્ટીનેન્ટન, નોર્થ, સાઉથ ઇન્ડિયન, ઇટાલીયન, ચાઈનીઝ ડિસોની વેરાઈટીનો સ્વાદ માણ્યો હતો. બાળકો માટે ગેમ્સ અને લકી ડ્રો ઉપરાંત યુવાઓ માટે બેસ્ટ ડાન્સીંગ, બેસ્ટ કપલ જેવી ઇનામી સ્પર્ધાઓ યોજાઈ હતી. જો કે આ વખતે પોલીસની ફાર્મ હાઉસ પર બાજ નજર રહી હતી તેમ છતાં યુવાઓએ ફાર્મ હાઉસમાં આયોજિત પાર્ટીઓમાં જવાનું પસંદ કર્યું હતું. બોપલ, સાણંદ, ઓગણજ સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં આવેલા ફાર્મ હાઉસમાં જગમગાટ જાવા મળ્યો હતો. ગ્રામ્ય વિસ્તારોના રસ્તાઓ પણ મોંઘી કારોની ભારે ભીડ વચ્ચે જોવા મળ્યા હતા.
મોડી રાત સુધી ફાર્મ હાઉસમાં રંગત જામી હતી. સી જી રોડ પર સાંજના સાત વાગ્યા બાદ વાહનો પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો હતો. ઠંડીના પગલે આઠ વાગ્યાથી લોકોની ચહેલ પહેલ શરૂ થઈ ગઈ હતી. સીજી રોડ પરના શો રૂમ બંધ કરી દેવામાં આવ્યા હતા. ધીરે ધીરે માહોલ જામ્યો હતો અને ભીડ જામી હતી. માથે રંગીન ટોપીઓ અને હાથમાં પીપુડા અને રંગબેરંગી ફુગાઓ સાથે લોકો ઉમટી પડ્યા હતા. સીજીરોડ, વસ્ત્રાપુર તળાવ, આઈઆઈએમ પર લોકો ઊમટી પડ્યા હતા. એકદંરે ઉજવમી શાંતિપૂર્ણ રહી હતી.ટુંકમાં શાનદાર રીતે નવા વર્ષનુ સ્વાગત કરવામાં આવ્યુ હતુ. દર વર્ષની જેમ આ વર્ષે પણ તમામ રસ્તાઓ પર ટ્રાફિકની તકલીફ ન થાય તે માટે ખાસ આયોજન કરવામાં આવ્યુ હતુ. પોલીસ ટીમ પણ પહેલાથી જ ગોઠવી દેવામાં આવી હતી. કોઇ પણ અનિચ્છનીય બનાવ ન બને તે માટે તમામ વ્યવસ્થા કરવામાં આવી હતી. શાંતિપૂર્ણ રીતે તમામ કાર્યક્રમ પાર પડ્યા હતા.