નવી દિલ્હી : નવી આશા સાથે નવા વર્ષની શરૂઆત થઇ ચુકી છે. ૨૦૧૯ના આગમનની સાથે જ સમગ્ર વિશ્વ તેના સ્વાગત માટે ઉજવણીમાં ડુબી ગયું હતું. સમગ્ર વિશ્વમાં ઉજવણી હવે ૨-૩ દિવસ સુધી યથાવત રીતે જારી રહેશે. વિશ્વભરમાં ક્યા કઇ રીતે ઉજવણી થઇ તેની વિગત નીચે મુજબ છે.
- ભારતભરમાં પણ નવા વર્ષના સ્વાગત માટે જુદા જુદા સ્થળો પર ભવ્ય પાર્ટીનુ આયોજન કરાયુ
- ૩૧મી ડિસેમ્બરના દિવસે તમામ મોલ, રેસ્ટોરન્ટ, હોટેલ, ક્લબ હાઉસ, ફાર્મ હાઉસ હાઉસફુલ
- ઓસ્ટ્રેલિયાના સિડનીમાં ૧૫ મિનિટ સુધી સેકડો મિલિયન ડોલના ખર્ચે ભવ્ય આતશબાજી
- હાર્બર પુલ પર આતશબાજીને નિહાળવા લાખો લોકો જમા થયા
- લાખો લોકો નૌકાઓમાં બેસીને ટાઇમ ટુ ડ્રીમના થીમ ઉપર આતશબાજી નિહાળવા પહોંચ્યા
- જાપાનના પાટનગર ટોક્યોમાં નવા વર્ષની શુભેચ્છા સાથે ફુગ્ગાઓ છોડ્યા
- હોંગકોંગમાં ગગનચુંબી ઇમારતો રોશનીથી સજેલી જાવા મળી
- તાઇવાનમાં વિશ્વની બીજા નંબરની સૌથી ઉંચી ઇમારત તાઇપેઇનો નજારો જાવા જેવો બન્યો
- દુનિયામાં સૌથી પહેલા નવા વર્ષનો સ્વાગતનું સામોઆ અને તોકલાઉમાં થયું
- એશિયાથી થઇને યૂરોપ સુધી ઉજવણી કરાઈ
- વિશ્વભરના નેતાઓએ શાંતિના સંદેશાઓ આપ્યા
- ન્યુઝીલેન્ડના ઓકલેન્ડમાં સૌથી પહેલા ઉજવણી
- યુરોપના અન્ય દેશોમાં પણ ઉજવણીનો દોર શરૂ
- બેજિંગમાં હજારો લોકો પ્રાચિન બેલ મ્યુઝિયમમાં એકત્રિત થયા
- એશિયન દેશોમાં આતશબાજીનો નજારો
- પેરીસમાં ચેમ્પ અને એફિલ ટાવરની આસપાસ શાનદાર રોશની
- ન્યૂયોર્કમાં પણ ઉજવણી પહેલા જ લોકો તૈયાર થઇ ગયા
- યુરોપના દેશોમાં વધારે ઉત્સાહ જાવા મળ્યો