નવી દિલ્હી: વિશ્વભરમાં નવા વર્ષના સ્વાગત માટેની તમામ તૈયારી પહેલાથી જ કરી લેવામાં આવી છે. ઘણા દેશોમાં નવાવર્ષની પાર્ટી પહેલાથી જ શરૂ થઇ ચુકી છે. ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડમાં સૌથી પહેલા ઉજવણીનો દોર શરૂ થાય છે. બીજી બાજુ મુંબઈમાં લોકો સવારે પાંચ વાગ્યા સુધી નવા વર્ષની ઉજવણી કરી શકશે. મુંબઈ ઉપરાંત દેશના મોટા શહેરોમાં પણ શાનદાર જશ્નની તૈયારીઓ થઈ ગઈ છે. ઉજવણીની સાથે સાથેનો ઘટનાક્રમ નીચે મુજબ છે.
- દેશના તમામ મોટા શહેરોમાં પાર્ટીપ્લોટ, મોટા મોલ, ફાર્મ હાઉસ, ક્લબ પર વિશેષ આયોજન
- નવા વર્ષને આવકારવા માટે છેલ્લા ઘણા દિવસથી જુદી જુદી સંગીત સંસ્થાઓ પણ તૈયારી કરી રહી
- ન્યુઝીલેન્ડ અને ઓસ્ટ્રેલિયામાં ૨૦૧૯નું ભવ્ય સ્વાગત માટે તૈયારી
- ન્યુઝીલેન્ડના ઓકલેન્ડમાં સૌથી પહેલા ઉજવણી નવા વર્ષની કરવામાં આવશે
- સિડનીના હાર્બર બ્રિજ ઉપર લાખો લોકો ઉમટી પડે તેવી શક્યતા
- કરોડોના ખર્ચે ભવ્ય આતશબાજી કરવાની યુરોપના દેશોમાં પંરપરા રહી છે
- સિડનીમાં લાખો લોકો ભેગા થનાર છે જેથી મજબુત સુરક્ષા વ્યવસ્થા રાખનાર છે
- યુરોપના અન્ય દેશોમાં પણ ઉજવણીનો દોર શરૂ થયો છે
- એશિયન દેશોમાં આતશબાજીનો નજારો જાવા મળી શકે છે
- પેરીસમાં ચેમ્પ અને એફિલ ટાવરની આસપાસ શાનદાર રોશની કરવામાં આવી
- ન્યૂયોર્કમાં પણ ઉજવણી પહેલા જ લોકો તૈયાર થયા છે
- યુરોપના દેશોમાં વધારે ઉત્સાહનો માહોલ
- ભારતમાં પણ તમામ મોટા શહેરોમાં મોડી સાંજથી નવા વર્ષને આવકારવા યુવા લોકો એકત્રિત
આગામી ત્રણ દિવસ સુધી ઉજવણીનો દોર ચાલશે
ભારતના મોટા શહેરોમાં મોડી સાંજથી જ પાર્ટી પ્લોટ, ફાર્મહાઉસ, શોપિંગ મોલ ખાતે જોરદાર આયોજન કરવામાં આવ્યું
યુવા પેઢીમાં વર્ષ ૨૦૧૮ને વિદાય આપવા અને વર્ષ ૨૦૧૯નું સ્વાગત કરવા ખાસ આયોજન કરવામાં આવ્યું