ભારતમાં ડોક્યુમેન્ટરી ફિલ્મ મહોત્સવ માટે પ્રખ્યાત એવા ડોક્યુમેન્ટરી, ટૂંકી અને એનિમેશન ફિલ્મ માટેના મુંબઈ આંતરરાષ્ટ્રીય ફિલ્મ મહોત્સવ (MIFF)નો ભવ્ય શુભારંભ ૨૮ જાન્યુઆરી, ૨૦૧૮થી મુંબઈમાં એનસીપીએ ખાતે થશે. એક અઠવાડીયું ચાલતા આ મહોત્સવમાં ૪૦ દેશમાંથી આવેલી ૪૩૦ જેટલી ડોક્યુમેન્ટરી, ટૂંકી અને એનિેમેશન ફિલ્મ દર્શાવવામાં આવશે. MIFF (મિફ) દક્ષિણ એશિયાનો પ્રાચીન અને બિન-ફિચર ફિલ્મ્સ માટેનો સૌથી મોટો મહોત્સવ છે. જેની શરૂઆત ૧૯૯૦માં ભારત સરકારના માહિતી અને પ્રસારણ મંત્રાલયના ફિલ્મ્સ ડિવિઝન દ્વારા કરવામાં આવી હતી.
મિફની ૧૫મી શ્રેણીને બહોળો પ્રતિસાદ મળ્યો છે. જે ભારત અને વિશ્વમાં ડોક્યુમેન્ટરી સંસ્કૃતિને ઉજાગર કરે છે. આ મહોત્સવ માટે વિક્રમી ૭૯૦ પ્રવેશિકા મળી છે. જેમાં આંતરરાષ્ટ્રીય સ્પર્ધા માટે ૩૨ દેશમાંથી ૧૯૪ પ્રવેશિકા અને રાષ્ટ્રીય સ્પર્ધા માટે ૫૯૬ પ્રવેશિકા મળી છે.
અમેરિકન નાગરિક અધિકાર ચળવર પર આધારિત ૨૦૧૭માં ઓસ્કર નામાંકિત ડોક્યુમેન્ટરી ‘આઈ એમ નોટ યોર નીગ્રો’ ફિલ્મને મિફ ૨૦૧૮ની ઉદ્ઘાટન ફિલ્મ છે. તેને ટોરેંટો, શિકાગો, લૉસ એન્જલસ, ફિલાડેલ્ફિઆ અને અન્ય ૮ આંતરરાષ્ટ્રીય મહોત્સવમાં સર્વોત્તમ પુરસ્કાર મેળવ્યો છે.
રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્પર્ધા માટે ફિલ્મ્સની પસંદગી સ્વતંત્ર પસંદગી સમિતિ દ્વારા કરવામાં આવી છે. જેમાં રાષ્ટ્રીય સ્પર્ધા માટે ખૂબ મોટી સંખ્યામાં પ્રવેશિકા મળી હોવાથી દ્વી-સ્તરીય પસંદગી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. મિફ-૨૦૧૮માં રાષ્ટ્રીય સ્પર્ધા માટેની ૪૩ ફિલ્મની પસંદગી કરતા પૂર્વે પ્રાદેશિક પસંદગી સમિતિ (મુંબઈ I&II, દિલ્હી, કોલકતા અને બેંગલોર)ના અધ્યક્ષની મુંબઈમાં બેઠક મળી હતી, જેમાં આ ફિલ્મોનું મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું. તેવી જ રીતે આંતરરાષ્ટ્રીય સ્પર્ધાની ૨૫ ફિલ્મ માટે આંતરરાષ્ટ્રીય પસંદગી સમિતિની બેઠક પણ મુંબઈમાં યોજાઈ હતી.
ફિચર ફિલ્મ લોકોનું મનોરંજન કરે છે, જ્યારે ડોક્યુમેન્ટરી ફિલ્મ લોકોને માહિતી આપે છે. મિફને લોકોનો ઉત્સવ બનાવવા માટે પ્રતિનિધિ શુલ્ક માત્ર ૩૦૦ રૂપિયા નક્કિ કરવામાં આવ્યું છે. જ્યારે ફિલ્મ અને પત્રકારત્વના વિદ્યાર્થીઓ માટે કોઈપણ શુલ્ક રાખવામાં આવ્યું નથી.