નવી દિલ્હી : કાશ્મીર ખીણમાં ટોળા દ્વારા હિંસા અને પથ્થરબાજીની ઘટનામાં ઉલ્લેખનીય ઘટાડો થયો છે. જો કે સુરક્ષા દળોના ઓપરેશનના ગાળા દરમિયાન થનારી ઘટનાઓ પહેલા કરતા વધી ગઇ છે. નવેસરના ડેટા મુજબ છેલ્લા ત્રણ વર્ષના ગાળા દરમિયાન પથ્થરબાજી જેવી ઘટના ચાર ગણી ઓછી થઇ ગઇ છે. બીજી બાજુ સુરક્ષા દળોના ઓપરેશન દરમિયાન ખાલી કરાવવામાં આવેલા વિસ્તારમાં ટોળા દ્વારા સુરક્ષા દળોના ઓપરેશનને નિષ્ફળ બનાવી દેવાના પ્રયાસોમાં ઉલ્લેખનીય વધારો થયો છે. વર્ષ ૨૦૧૬માં હિઝબુલના કુખ્યાત ત્રાસવાદી બુરહાન વાનીના મોત બાદ કાશ્મીરમાં પથ્થરબાજીની અને શેરીમાં થતી હિંસાની ઘટના વધી ગઇ હતી. આંકડા દર્શાવે છે કે એ ગાળા દરમિયાન વર્ષમાં આવી ત્રણ હજાર ઘટના બની રહી હતી. હવે આ પ્રકારની ઘટનાની સંખ્યા ઘટીને ૭૦૦ થઇ ગઇ છે. સરેરાશ રીતે ધ્યાન આપવામાં આવે તો સરેરાશ દિવસમાં બે ઘટના બને છે.
બીજી બાજુ સુરક્ષા દળના ઓપરેશનના ગાળા દરમિયાનમ તેમને રોકવા માટે પથ્થરબાજી અને ખાલી કરવામાં આવેલા વિસ્તારમાં ગેરકાનુની રીતે ઘુસીને હિંસા ફેલાવી દેવાની ઘટના છેલ્લા ત્રણ વર્ષમાં ખુબ વધી ગઇ છે. આવી અથડામણ દરમિયાન પહેલા તોફાની તત્વોને મારી નાંખવાની વર્ષ ૨૦૧૬માં વર્ષમાં છ ઘટના થતી હતી. જે હવે વધીને વર્ષ ૨૦૧૮માં ૩૭ ઉપર પહોંચી ગઇ છે. ઓપરેશનના ગાળા દરમિયાન આવી ઘટનાનો સામનો કરવા માટેની બાબત પણ સુરક્ષા દળો માટે પડકારરૂપ છે. આ ઘટના એટલી હજ સુધી વધી ગઇ છે કે આર્મી ચીફને તોફાની તત્વોને ઓક્ટોબર મહિનામાં એક સંદેશ આપવાની ફરજ પડી હતી.
તેમણે કહ્યુ હતુ કે જા આ પ્રકારના ઓપરેશનને રોકવા માટેના પ્રયાસ બંધ કરાશે નહીં તો ઓપરેશનમાં અડચણો ઉભી કરનાર તોફાની તત્વોને ઓવર ગ્રાઉન્ડ વર્કરોની જેમ જાવામાં આવશે અને તેમની સામે કાર્યવાહી કરવામાં આવશે. આંકડા પર વિશ્વાસ કરવામાં આવે તો કાશ્મીરમાં હુમલા પહેલા સંઘર્ષની ઘટના દોઢ ગણી વધી ગઇ છે. આ વર્ષે આશરે ૩૯૦ ઘટનાઓ બની છે. ત્રાસવાદીઓએ વર્ષ ૨૦૧૮માં નાગરિકો અને સુરક્ષા દળોને જ ટાર્ગેટ બનાવીને હુમલા કર્યા છે. છેલ્લા છ વર્ષના ગાળા દરમિયાન આ વર્ષે સૌથી વધારે સંખ્યામાં ૪૮ લોકોના મોત થયા છે. અલબત્ત સુરક્ષા દળોએ રેકોર્ડ ત્રાસવાદીઓનો સફાયો કર્યો છે. સુરક્ષા દળોએ હજુ સુધી ૨૫૦થી વધારે ત્રાસવાદીઓને ઠાર કર્યા છે. મોટા ભાગના હુમલા કાશ્મીરના પુલવામા, કુલગામ અને શોપિયામાં કરવામાં આવ્યા છે.