નવી દિલ્હી : તેલ કિંમતોમાં ઘટાડાનો દોર જારી રહ્યો છે. ક્રુડ ઓઇલની કિંમત ઘટીને આજે એશિયન કારોબારમાં ૫૩ ડોલર પ્રતિ બેરલ સુધી પહોંચી ગયા બાદ તેની અસર જાવા મળી હતી. જેના ભાગરૂપે જ પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં આજે શુક્રવારના દિવસે પણ દેશભરમાં ૧૪-૨૨ પૈસા પ્રતિ લીટર સુધીનો ઘટાડો કરવામાં આવ્યો હતો. ક્રુડની કિંમતમાં ઘટાડો જારી રહેતા ભારત સરકારને પણ રાહત થઇ છે. કારણ કે ભારત તેની તેલની જરૂરીયાત પૈકી ૮૦ ટકા જરૂરિયાત આયાતથી પૂર્ણ કરે છે. તેલ કિંમતો આગામી દિવસોમાં વધુ ઘટે તેવા સંકેત મળી રહ્યા છે. છેલ્લા થોડાક દિવસના ગાળામાં જ ડોલર સામે રૂપિયામાં ત્રણ ટકાથી વધુનો ઘટાડો નોંધાઈ ચુક્યો છે. તેલ કિંમતોને સંવેદનશીલ ગણવામાં આવે છે.
ક્રુડ ઓઇલની કિંમતમાં સતત ઘટાડો થઇ રહ્યો છે. જેના કારણે તેલ કિંમતો ઘટી રહી છે. હાલમાં અમેરિકાના પ્રતિબંધના કારણે કિંમતોમાં વધારો થઇ ગયો હતો. ક્રુડ ઓઇલની કિંમતમાં ઘટાડો થતા હવે ડોલરની સામે રૂપિયામાં પણ સ્થિતી મજબુત બની શકે છે. ભારતને ક્રુડ ઓઇલની કિંમતમાં ઘટાડો થતાની સાથે ફાયદો થઇ શકે છે. બજારમાં અનિશ્ચિતાના કારણે જુલાઇ ૨૦૧૭ બાદથી સૌથી નીચે સપાટી પર કિંમતો પહોંચી છે. ક્રુડના કારણે પેટ્રોલ અને ડીઝલન કિંમતમાં હજુ વધારે રાહત મળ શકે છે. ભારતમાં રિટેલ તેલ કિંમતો આંતરરાષ્ટ્રીય તેલ કિંમતો અને ડોલર-રૂપિયા એક્સચેંજ રેટ ઉપર આધારિત રહે છે. ઓક્ટોબર મહિનામાં સૌથી ઉંચી સપાટી પર પહોંચી ગયા બાદથી તેમાં ૩૧ ટકાથી વધુનો ઘટાડો કરવામાં આવ્યો છે. આગામી દિવસોમાં તેલ કિંમતોમાં વધુ ફેરફાર કરવામાં આવી શકે છે. ભાવમાં ફેરફાર કરવાનો સિલસિલો જારી રહ્યો છે.
તેલ કિંમતોમાં સતત ફેરફારના કારણે લોકોમાં દુવિધા છે. જા કે હાલમાં કિંમતો સતત ઘટી ગઇ હતી. જેના કારણે વાહન ચાલકો અને સામાન્ય લોકો હવે રાહત અનુભવી રહ્યા છે.ડોલરની સામે રૂપિયા પર જે અસર થઇ રહી છે તેના લીધે તેલ કિંમત બદલાઇ રહી છે.સતત ઘટાડાના કારણે એકબાજુ ડીઝલની કિંમત હવે ત્રણ મહિનાની નીચી સપાટી પર પહોંચી છે. આવી જ રીતે પેટ્રોલની કિંમતમાં આઠ મહિનાની નીચી સપાટી જોવા મળી રહી છે. દેશના મોટાભાગના વિસ્તારોમાં ફ્યુઅલની કિંમતમાં સતત ફેરફારની સ્થિતિ જાવા મળી રહી છે. આ સપ્તાહના ગાળામાં જ ડોલર સામે રૂપિયો બે ટકા સુધી મજબૂત થયો છે.કિંમતોમાં ફેરફારનો સિલસિલો જારી રહેતા રાહતપણ સતત મળી રહી છે.