ઉત્તરપ્રદેશમાં દરેક સીટ પર જીત મેળવવા માટેની તૈયારી

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

નવી દિલ્હી : ઉત્તરપ્રદેશની તમામ ૮૦ લોકસભા સીટો પર જીત મેળવી લેવાના ઇરાદા સાથે ભાજપે આક્રમક યોજના તૈયાર કરી લીધી છે. આના ભાગરૂપે ખાસ તૈયારી પણ શરૂ કરવામાં આવી ચુકી છે. કેન્દ્રમાં સરકાર કોની રહેશે તે બાબત નક્કી કરવામાં ઉત્તરપ્રદેશની રહેલી ૮૦ સીટોની  નિર્ણાયક ભૂમિકા રહે છે. આ જ કારણસર ભાજપ અને સંઘે વર્ષ ૨૦૧૪ વાળા કરિશ્માનુ પુનરાવર્તન કરવા માટે તૈયારી કરી  છે. છેલ્લા ત્રણ મહિનામાં એક યોજના તૈયાર કરવામાં આવી છે. યોજનાના બાગરૂપે દરેક ૮૦ સીટ પર નેતાઓ અને કેડરની ગોઠવણી કરવામાં આવી રહી છે.

ગુજરાતના પૂર્વ ગૃહ પ્રધાન ગોરધન ઝડફિયાની નિમણૂંક આના હિસ્સાના ભાગરૂપે છે. પાર્ટીની રણનિતી છે કે ઉત્તરપ્રદેશમાં ભાજપને મજબૂતી આપી શકે તેવા કાર્યકરો ગોઠવી દેવામાં આવી રહ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપ પ્રમુખ અમિત શાહથી નારાજ રહેલા નેતાઓને પણ મનાવી લેવાના પ્રયાસ હાથ ધરવામાં આવ્યા છે. ઉત્તરપ્રદેશમાં અન્ય કોઇ પણ રાજ્ય કરતા વધારે સીટો છે. અહીં લોકસભાની ૮૦ સીટ છે. વર્ષ ૨૦૧૪માં ભાજપના નેતૃત્વમાં એનડીએ દ્વારા ૭૩ સીટો જીતી લેવામાં આવી હતી. નુકસાનને ટાળવા માટે ભાજપે તમામ તાકાત લગાવી દીધી છે. વિહિપ અને સંઘના લોકો જમીની સ્તર પર પણ સક્રિય થઇ ગયા છે. ઉત્તરપ્રદેશમાં જે ૭૧ સીટ પર ભાજપની જીત થઇ હતી ત્યાં સંઘના પ્રભારીઓની નિમણૂંક કરવામાં આવી ચુકી છે. તમામ તાકાત લગાવી દેવામાં આવી છે.

 

Share This Article