લોકશાહીના બે મહાન પર્વ એટલે સ્વતંત્રતા દિવસ અને ગણતંત્ર દિવસ. આ બન્ને મહાપર્વને ભારતભરમાં હર્ષોલ્લાસથી ઉજવવામાં આવે છે. સ્વતંત્રતા એટલે આઝાદી – એટલે કે ગુલામીની બેડી તોડીને મેળવેલી આઝાદી. પ્રજાસત્તાક – ગણતંત્ર દિવસ એટલે દેશના નાગરિક તરીકેના હક્ક આપતો દિવસ.
આપણા દેશ ભારત માટે આઝાદી મેળવવી પુરતી ન હતી, દેશનું પ્રજાસત્તાક પણ હોવું જરૂરી છે. તે માટે દેશના બંધારણની રચના કરવી રહી અને જેમાં નિયમ, કાયદો કાનૂન અને શરતો થકી દેશને પ્રજાસત્તાક બનાવી શકાય.
ગણતંત્ર દિવસનો ઇતિહાસઃ
ભારતીય સ્વાતંત્ર સેનાનીઓની શહીદી અને સંઘર્ષ બાદ ભારતને ૧૫ ઓગસ્ટ, ૧૯૪૭માં આઝાદી મળી. આઝાદી બાદ એક સમિતિની રચના કરવામાં આવી અને સમિતિ દ્વારા બંધારણની રચના કરવામાં આવે તેમ કહેવામાં આવ્યું. ૪ નવેમ્બર, ૧૯૪૭ના રોજ ડો. બી.આર.આંબેડકરની અધ્યક્ષતામાં ભારતીય સંવિધાનના ડ્રાફ્ટને સદનમાં રજૂ કરવામાં આવ્યો. આઝાદી મળ્યાના આશરે અઢી વર્ષ બાદ ભારતે પોતાનું સંવિધાન લાગૂ કર્યું અને પોતાને લોકતાંત્રિક ગાણરાજ્ય તરીકે જાહેર કર્યું. ૨ વર્ષ ૧૧ મહીના અ ૧૮ દિવસો પછી ૨૬ જાન્યુઆરી, ૧૯૫૦ના રોજ આપણી સંસદ દ્વારા ભારતીય સંવિધાનને પાસ કરવામાં આવ્યું, અને આપણો દેશ ધર્મનિરપેક્ષ, સમાજવાદી અને લોકતાંત્રિક જાહેર થયો. તેથી આપણે આ દિવસને પ્રજાસત્તાક – ગણતંત્ર દિવસ તરીકે ઉજવીએ છીએ.
૨૬, જાન્યુઆરી એટલે કે પ્રજાસત્તાક દિવસ મુખ્ય રૂપથી ભારતની રાજધાની દિલ્લીમાં મનાવવામાં આવે છે. દિલ્હીમાં ભવ્યરૂપથી સોનેરી કિરણોની સાથે પરેડ નીકાળવામાં આવે છે જે રાજપથથી ઇંડીયા ગેટ સુધી જાય છે. આ સાથે જ જળ સેના, જમીન સેના અને વાયુ સેના પણ પરેડમાં ભાગ લે છે અને સલામી આપતા પોતાના પરાક્રમ દેખાડે છે. આ સાથે આ દિવસે પ્રધાનમંત્રી અમર જવાન જ્યોતિ પર ફુલની માળા અર્પણ કરે છે. શહીદ જવાનોને શ્રધ્ધાંજલી આપે છે. રાષ્ટ્રપતિ પોતાના સુરક્ષા બળ તથા ૧૪ ઘોડાથી શણગાવેલી બગીમાં બેસીને ઇંડીયાગેટ પર આવતા જ્યાંથી તેમનું સ્વાગત પ્રધાનમંત્રી દ્વારા કરવામાં આવે છે. રાષ્ટ્રીય સમ્માન સાથે રાષ્ટ્ર ગાન સાથે રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવે છે.
આ સમારંભમાં દેશભરમાંથી લોકો ભાગ લેવા ઉપસ્થિત રહે છે. દેશના દરેક રાજ્યો પોતાની સંસ્કૃતિ અને નૃત્યને રજૂ કરે છે.
ભારતીય રાષ્ટ્રધ્વજ વિશે ધ્યાનમાં રાખવા જેવી બાબતઃ
રસ્તા પર વેચાતા રાષ્ટ્રધ્વજ ખરીદવા એ કાયદાકીય અપરાધ છે,કારણ કે બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાંર્ડડ, ૧૯૮૬ મુજબ આ માન્યતા પ્રાપ્ત રાષ્ટ્રધ્વજ નથી. લોકો આ પ્રકારે રાષ્ટ્ર ધ્વજ ખરીદે છે અને જ્યાં ત્યાં ફેંકી તેનો અનાદર કરે છે. આવા લોકો સામે કાયદાકીય કાર્યવાહી થઇ શકે છે.
ધ ફ્લેગ કોડ ઓફ ઇંડિયા મુજબ રાષ્ટ્ર ધ્વજ ફરકાવવાના નિયમો અને જાણકારીઃ
- રાષ્ટ્ર ધ્વજ હંમેશા કોટન, સિલેક કે ખાદીનો જ હોવો જોઇએ. પ્લાસ્ટિકનો ઝંડો ઉપયોગમાં લેવો જોઇએ નહિ.
- કોઇપણ સ્થિતિમાં રાષ્ટ્ર ધ્વજ જમીનને અડવો જોઇએ નહીં.
- જ્યારે પણ રાષ્ટ્ર ધ્વજ ફરકાવવામાં આવે તે તેને સંપૂર્ણ સમ્માનપૂર્ણ સ્થાન આપવું જોઇએ. તેને એ જગ્યા એ ફરકાવવામાં આવે જ્યાં તેને સ્પષ્ટ રીતે જોઇ શકાય.
- ઝંડાને હંમેશા સ્ફૂર્તિ સાથે લહેરાવવો જોઇએ અને ધીરે-ધીરે આદર સાથે તેને ઉતારવો જોઇએ. ફરકાવતા અને ઉતારતા બન્ને સમયે બ્યૂગલ વગાડવામાં આવે છે.
- ફાટેલો અને મેલો રાષ્ટ્ર ધ્વજ ફરકાવવામાં આવતો નથી.
- કોઇ બીજા ઝંડાને રાષ્ટ્ર ધ્વજની ઉંચો કે બરોબરીમાં ફરકાવવો જોઇએ નહીં.
- રાષ્ટ્ર ધ્વજ પર કઇપણ લખાણ હોવું જોઇએ નહીં.
ભારતીય રાષ્ટ્રધ્વજ વિશે જાણવા જેવી બાબતોઃ
- ભારતના રાષ્ટ્ર ધ્વજને પિંગલી વૈંકેયાએ તૈયાર કર્યો હતો.
- હાલમાં જે રાષ્ટ્ર ધ્વજ ફરકાવવામાં આવે છે તેને ૨૨ જુલાઇ, ૧૯૪૭માં અપનાવવમાં આવ્યો હતો. આ પહેલા તેમાં ૬ વાર બદલાવ કરવામાં આવ્યા હતા.
- ૩ ભાગમાં બનેલો રાષ્ટ્ર ધ્વજમાં સૌથી ઉપર કેસરી, વચ્ચે સફેદ અને નીચે લીલા રંગની એક સરખી પટ્ટીઓ હોય છે.
- સફેદ પટ્ટાની વચ્ચે ઘેરા વાદળી રંગનું એક ચક્ર હોય છે. તેનો વ્યાસ લગભગ સફેદ પટ્ટાની પહોળાઇની બરોબર જ હોય છે, જેમાં ૨૪ સળીઓ બનેલી હોય છે.
- ૨૬ જાન્યુઆરી, ૨૦૦૨માં ભારતીય રાષ્ટ્ર ધ્વજને એમેંડમેંટ કરવામાં આવ્યો, ત્યારબાદ લોકો પોતાના ઘર અને ઓફિસમાં સામાન્ય દિવસોમાં તિરંગો ફરકાવવાની અનુમતિ મળી ગઇ.
- બેંગલુરૂથી ૪૨૦ કિ.મી. દૂર સ્થિત હૂબલી એક માત્ર લાઇસંસ પ્રાપ્ત સંસ્થા છે જે ઝંડા બનાવવાની અને સપ્લાય કરવાનું કામ કરે છે.