હવે સંજય દત્ત આગામી બે વર્ષમાં છ ફિલ્મોમાં દેખાશે

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

મુંબઇ :  બોલિવુડના મુન્નાભાઇ એટલે કે સંજુ બાબાના ચાહકો માટે સારા સમાચાર છે. આવનાર દિવસોમાં તેની પાસે વધુ કેટલીક ફિલ્મ કરી રહી છે. આગામી બે વર્ષોમાં સંજય દત્ત  એક બે ફિલ્મ નહીં બલ્કે છ ફિલ્મમાં કામ કરી રહી છે. હાલમાં તે ત્રણ ફિલ્મમાં કામ કરી રહ્યો છે. જેમં કલંક, તુલસીદાસ અને પ્રસ્થાનમ ફિલ્મનો સમાવેશ થાય છે. તે બીજી ત્રણ ફિલ્મમાં પણ કામ કરી રહ્યો છે. રિપોર્ટ પર વિશ્વાસ કરવામાં આવે તો સંજય દત્ત ફિલ્મ શમશેરમાં પણ કામ કરી રહ્યો છે.

આ ફિલ્મ માટે શુટિંગ ફેબ્રુઆરી સુધી ચાલનાર છે. ૧૦મી ડિસેમ્બરથી તે આશુતોષ ગોવારીકરની ફિલ્મ પાનીપતના શુટિંગમાં વ્યસ્ત થઇ ગયો છે. જે માર્ચ સુધી ચાલનાર છે. આશુતોષ ગૌવારીકરની આ ફિલ્મમાં સંજય દત્ત ઉપરાંત અર્જુન કપુર, કૃતિ સનુન અને પદ્મિની કોલ્હાપુરનો સમાવેશ થાય છે. બંને ફિલ્મ પિરિયડ ડ્રામાં ફિલ્મ છે. જેની શુટિંગ જુન જુલાઇ સુધી ચાલનાર છે. ત્યારબાદ સંજય દત્ત મહેશ ભટ્ટની સડક -૨ ફિલ્મમાં કામ કરનાર છે. ફિલ્મમાં તેની સાથે પુજા ભટ્ટ, આલિયા ભટ્ટ, આદિત્ય રોય કપુર નજરે પડનાર છે. સડક-૨ ફિલ્મ વર્ષ ૧૯૯૧માં આવેલી સડક ફિલ્મની સિક્વલ ફિલ્મ છે. આ ફિલ્મને ૨૫મી માર્ચ ૨૦૨૦ સુધી રજૂ કરવામાં આવનાર છે. સંજય દત્ત બોલિવુડમાં હજુ પણ લોકપ્રિય છે.

સંજય દત્ત છેલ્લે તેની બાયોપિક ફિલ્મ સંજુમાં ટુંકા રોલમાં નજરે પડ્યો હતો. આ ફિલ્મમાં સંજય દત્તની ભૂમિકા રણબીર કપુરે અદા કરી હતી, ફિલ્મ બોક્સ ઓફિસ પર રેકર્ડ સફળતા હાંસલ કરી ગઇ હતી. આ ફિલ્મ બાદ રણબીર કપુરની લોકપ્રિયતા અનેક ગણી વધી ગઇ હતી. હાલમાં તે સૌથી મોટા સ્ટાર તરીકે ઉભરી આવ્યો છે.

Share This Article