અમદાવાદઃરાષ્ટ્રની કન્ઝયુમર ડ્યુરેબલ અગ્રણી એલજી ઈલેક્ટ્રોનિક્સ ઈન્ડિયા આજે ભારતીય સૈનિકોને સમર્પિત ઈંકરસલામ પહેલ રજૂ કરવા સાથે દેશમાં ૬૯મું પ્રજાસત્તાક વર્ષ ઊજવવામાટે સુસજ્જ છે. આ ઝુંબેશ આખા રાષ્ટ્રને આગળ આવવા અને ભારતીય લશ્કરી બળોને તેમની શુભેચ્છા મોકલવા માટે આમંત્રિત કરે છે. ગયા વર્ષે પણ એલજી ઈલેક્ટ્રોનિકસ ઈન્ડિયાએ આ ઝુંબેશ રજૂ કરી હતી અને સીઆરપીએફ વેલફેર ફંડમાં રૂ. ૧ કરોડનું યોગદાન આપ્યું હતું. સ્ટિકી નોટ્સની સૌથી મોટી લાઈન માટે ગિનેસ વિક્રમ પણ નોંધાવવામાં આવ્યો હતો. આ સ્ટિકી નોટ્સ ભારતભરમાંથી જમા કરવામાં આવી હતી, જ્યાં લોકોએ સશસ્ત્ર બળો માટે સંદેશ લખ્યા હતા.
આ પહેલ થકી એલજી રાષ્ટ્ર માટે નિઃસ્વાર્થી યોગદાન અને સેવાના સૈનિકોના જોશને સલામ કરશે. આ અનુસાર કંપની આ દેશમાં આપણે નીડર અને સારું જીવન જીવી શકીએ તેની ખાતરી રાખવા માટે ઉત્તમ ભૂમિકા ભજવતા આપણા સૈનિકોને ટેકો અને સમર્થન આપશે.
આ ઝુંબેશ વિશે બોલતાં એલજી ઈલેક્ટ્રોનિક્સ ઈન્ડિયાના અમદાવાદના બ્રાન્ચ હેડ શ્રી મૃત્યુંજય કુમારે જણાવ્યું હતં કે કર સલામ કેમ્પેઈનને ગયા વર્ષે અદભુત પ્રતિસાદ મળ્યો હતો. આ ઉત્તમ પહેલને ચાલુ રાખતાં અમે ફરી એક વાર ડિજિટલ અને ઓફફલાઈન મંચો થકી સશસ્ત્ર બળો માટે તેમની લાગણીઓ અને આભાર વ્યક્ત કરવા માટે લોકોને આમંત્રિત કરીએ છીએ. આ રાષ્ટ્રવ્યાપી ઝુંબેશના ભાગરૂપે એલજી ઈલેક્ટ્રોનિક્સ ૬૯ શહીદોના પરિવારને પ્રોડક્ટોની શ્રેણીનું યોગદાન આપશે.
એલજી ઈલેક્ટ્રોનિક્સ ઈન્ડિયાના કોર્પોરેટ માર્કેટિંગના હેડ શ્રી અમિત ગુજરાલે આ કેમ્પેઈનના લોન્ચમાં જણાવ્યું હતું કે અમને ગયા વર્ષે ઈંકરસલામ માટે અદભુત પ્રતિસાદ મળ્યો હતો, જેણે ખરા અર્થમાં લોકોના જીવનને સ્પર્શ કર્યો હતો. એલજી વતી આપણા દેશ માટે અને તેના નાગરિકોની સલામતતી અને સુરક્ષા માટે સખત જહેમત ઉઠાવતા તે બધા બહાદુર આત્માઓ માટે આ એક નાનું પગલું છે. કર સલામ મંચ ભારતના નાગરિકોને આપણા સૈનિકોનો આભાર માનવા માટે એકત્ર લાવે છે. આપણા સશસ્ત્ર બળોની આ નિઃસ્વાર્થી સેવા સલામને હકદાર છે અને પ્રજાસત્તાક દિવસે તેમનો આભાર માનવા જેવો રૂડો બીજો કોઈ અવસર હોઈ નહીં શકે. અમે દરેકને તેમનું મન ઠાલવવા અને તેમના સુધી પહોંચવા માટે કોઈ અવરોધોને નહીં છોડવા માટે અનુરોધ કરીએ છીએ. . તેમની વીરતા, દેશભક્તિ અને ઉત્તમ જીવનની ચાલો ઉજવણી કરીએ.! #KarSalaam.
એલજી રેડિયો, ઓન ગ્રાઉન્ડ અને સૈનિકો માટે ભારતના નાગરિકોની વિડિયો ઈચ્છાઓ મઢી લેવા માટે ડિજિટલ સંદેશવ્યવહાર થકી નાગરિકો સુધી પહોંચશે. કંપની સોશિયલ મિડિયા મિડિયા મંચો અને તેમને #KarSalaam (સૈનિકોનો આભાર માનવા) માટે પ્રોત્સાહન આપવા લોકોને આમંત્રણ આપવાની યોજના પણ ધરાવે છે. બધા નાગરિકોને www.lg.com/in/karsalaam પર સૈનિકો માટે તેમની ઈચ્છાઓ પોસ્ટ કરવા માટે અનુરોધ છે. એલજી સર્વ મુશ્કેલીઓ ઝીલીને આપણા દેશનું રક્ષણ કરનાર સૈનિકોના વહાલાજનોને તેમનો હૃદયસ્પર્શી સંદેશ મોકલવા માટે ભાગ લેવા પણ અનુરોધ કરે છે.